Samachar Business

News of Friday, 17th March, 2017

સોનામાં જીએસટી દર ૧,૨૫ ટકા અને આયાત ડ્યુટી ઘટાડી ૬ ટકા કરવા અલગ-અલગ માંગ

જીએસટીના દર અંગે જીજેએફ અને આઈબીજેએ વચ્ચે મતમતાંતરઃ ૧૫ રાજયના નાણામંત્રીને રજૂઆત

સોનામાં જીએસટી દર ૧,૨૫ ટકા અને આયાત ડ્યુટી ઘટાડી ૬ ટકા કરવા અલગ-અલગ માંગ

   સોનામાં જીએસટીના દર અંગે ટોચના એસો,વચ્ચે મતમતાંતર પ્રવર્તે છે ગોલ્ડ જવેલરીના રિટેલરો અને મેન્યુફેકચરરની ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ટ્રેડ ફેડરેશન (જીજેએફ) જીએસટીના દર ૧,૨૫ ટકા રાખવા માંગણી કરે છે જયારે ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસો,(આઈબીજેએ) સોનામાં આયાત ડ્યુટી છ ટકા કરવાની તરફેણ કરી જીએસટી દર પણ છ ટકા કરવા ઈચ્છે છે અને સોનામાં આયાત ડ્યુટી ઘટવાથી દાણચોરી ઘટશે તેમ માને છે.

   જીજેએફ દેશના ૧૫ રાજયોના નાણામંત્રી સાથે મુલાકાત કરી ચૂકયું છે અને હવે ઉત્ત્ર પ્રદેશ ગોવા પંજાબ ઉત્ત્રાખંડ અને મણિપુરના નાણામંત્રીને પણ મળનાર છે જીજેએફના ચેરમેન નીતિન ખંડેલવાલે કહ્યું કે તામિલનાડુના નાણામંત્રીને પણ મળીશું જીએસટીના ઊંચા દરથી  ટેકસ કલયાન્ટ અને રેવન્યુમાં ઘટાડો થશે અને દાણચોરીમાં વધારો થશે જેમ્સ એન્ડ જવેલરી સેકટરમાં જીએસટી દર ૧.૨૫ ટકા રાખવો જોઈએ

      હાલમાં સોનામાં ૧૦ ટકા આયાત ડ્યુટી લાગે છે ઉપરાંત ૧ ટકા વેટ (કેરળમાં ૫ ટકા છે )અને ૧ ટકા એકસસાઈઝ લાગે છે આઈબીજેએના રાષ્ટ્રીય સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના મુજબ સોનામાં આયાત ડ્યુટી ૧૦ ટકાથી ઘટાડીને ૬ ટકા કરવી જોઈએ સાથે જીએસટી દર પણ ૬ ટકા રાખવો જોઈએ જેથી સરકારને ૧૨ ટકા રેવન્યુ મળી શકે સરકાર આયાત ડ્યુટીમાં ઘટાડો કરશે એટલે દાણચોરીમાં ઘટાડો થશે મહેતાના માનવા મુજબ દરવર્ષે ૧૩૦ ટન સોનુ ગેરકાયદે ઘૂસે છે

 (11:36 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS