Samachar Business

News of Friday, 17th March, 2017

ઘઉંની સરકારી ખરીદી શરુઃ વને મળશે ટેકો

પહેલા દિવસે મધ્યપ્રદેશમાંથી ૬૪૩૫ ટન અને ગુજરાતમાંથી ૧૩૫ ટનની ખરીદી ?

ઘઉંની સરકારી ખરીદી શરુઃ વને મળશે ટેકો

   રાજકોટ તા;૧૬ ઘઉંના ઘટતા ભાવને ટેકો આપવા સરકારી ખરીદી શરુ કરાઈ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) ત્રણ રાજયોમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરુ કરાઈ છે મળતી વિગતો મુજબ ૧૫મીથી  શરુ કરાયેલ ઘઉંની ખરીદીમાં પ્રથમ દિવસે જ ૬૫૭૦ ટન ઘઉંની ખરીદી થઇ છે.

   સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે મધ્યપ્રદેશમાંથી ૬૪૩૫ ટન ઘઉં ખેડૂતો પાસેથી ખરીદાયા છે. 

   ઉપરાંત ગુજરાતમાંથી ૧૩૫ ટન ઘઉંની ખરીદી કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એફસીઆઈને ત્રણ રાજયોમાં ૧૫માં માર્ચથી ઘઉંની ખરીદી કરવા સૂચના આપી હતી આ ત્રણ રાજયોમાં રાજસ્થાનનો  સમાવેશ થાય છે પરંતુ રાજસ્થાનમાં હજુ ખરીદી શરુ થઇ શકી નથી.

   વિગતો મુજબ એફસીઆઈ દ્વારા રાજસ્થાનમાં ઘઉંની ખરીદીની તૈયારી પૂર્ણ નહિ થવાની ઘઉંની ખરીદી શકય નથી બની પરંતુ આ સપ્તાહે ત્યાં પણ ઘઉંની ખરીદી શરુ થશે તેમ મનાય છે એફસીઆઇએ પ્રથમ દિવસે જ ૬૫૭૦ ટન ઘઉંની ખરીદી કરી છે.

 (11:36 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS