Samachar Bollywood

News of Monday, 20th March, 2017

આશા પારેખની બાયોપિક બનાવવાની સલમાનની ઈચ્છા

આશા પારેખની બાયોપિક બનાવવાની સલમાનની ઈચ્છા

   મુંબઈ:જોકે સમય બદલાવાની સાથે તેમના વિચારો પણ બદલાયા છે. સદાબહાર અભિનેતા દેવ આનંદ, દિલીપકુમાર અને રિશી કપૂરની ઑટોબાયોગ્રાફી પછી હવે આશા પારેખની જીવનકથા પણ આવી રહી છે વાત ઘણા લોકો જાણે છે, પણ આશા પારેખની ઑટોબાયોગ્રાફી હિટ ગર્લને સલમાન ખાન લૉન્ચ કરવાનો છે સમાચાર તાજા છે.

    બુકની વાત કરતાં આશા પારેખે કહ્યું હતું કેઅભિનય ઉપરાંત પણ મેં બીજું ઘણુંબધું કામ કર્યું છે. કામ બાબતે લોકો જાણતા નથી. અભિનય ઉપરાંત હેલ્થકૅર, નૃત્ય, સમાજસેવા અને ફિલ્મોદ્યોગનાં સંગઠનો તથા સમાજને આગળ વધારવાના ક્ષેત્રમાં જે કામ કર્યું છે એની માહિતી લોકોને બુકમાંથી મળશે.’
   
આશા પારેખ અને ખાલિદ મોહમ્મદે સાથે મળીને લખેલી ૨૬૦ પાનાંની ઑટોબાયોગ્રાફીનું અનાવરણ સલમાન ખાન ૧૦ એપ્રિલે મુંબઈમાં અને ત્યાર બાદ દિલ્હીમાં કરવાનો છે.

 (09:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS