Samachar Bollywood

News of Monday, 20th March, 2017

શાકાહારી કોસ્મેટિક રજૂ કરશે જેકલીન

<br />શાકાહારી કોસ્મેટિક રજૂ કરશે જેકલીન

   મુંબઈ:ટોચની અભિનેત્રી અને શ્રીલંકન બ્યુટી તરીકે જાણીતી જેક્લીન ફરનાન્ડિસ હવે પોતાની બ્રાન્ડના કોસ્મેટિક્સ રજૂ કરવાની હોવાનંુ જાણવા મળ્યું હતું.

    કોસ્મેટિક્સને હાલ સીલ્ડ વીથ કીસ ટાઇટલ આપવામાં આવ્યું છે અને કોસ્મેટિક્સમાં કોઇ પ્રકારની પ્રાણીજ વસ્તુ નહીં હોય. સંપૂર્ણપણે શાકાહારી સામગ્રી દ્વારા બનાવવામાં આવ્યાં હશે એવું પણ જાણવા મળ્યું હતું. ઉપરાંત એની ચકાસણી પણ કોઇ જીવ જાનવર પર કરવામાં આવી નથી. બે બાબતો જેક્લીન માટે ખૂબ મહત્ત્વની હતી.

   હાલ કોસ્મેટિક્સ લીપ્સ (હોઠ) પૂરતા હશે એવી માહિતી પણ જેક્લીનની નિકટનાં સાધનોએ આપી હતી. એના ડઝનબંધ શેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. કોસ્મેટિક્સ સાથે જોડાતાં પહેલાં જેક્લીને પાકી શરત કરી હતી કે સંપૂર્ણપણે શાકાહારી હોય તો મને એમાં રસ છે. બાકી મારો સંપર્ક કરવાની પણ જરૃર નથી. કોસ્મેટિક્સ બનાવનારી કંપનીએ એને ખાતરી આપી હતી કે કોસ્મેટિક્સ સો ટકા શાકાહારી છે. તમે ટેસ્ટ કરાવી શકો છો.

 (09:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS