Samachar Bollywood

News of Monday, 20th March, 2017

મારે હજુ ઘણું બધું શીખવાનું છે: સોનમ કપૂર

મારે હજુ ઘણું બધું શીખવાનું છે: સોનમ કપૂર

   મુંબઈ:સોનમ કપૂરે બોલિવૂડમાંરાંઝણા’, ‘ભાગ મિલ્ખા ભાગઅનેનીરજાજેવી ફિલ્મો આપી તેનાથી તેની કરિયરનો ગ્રાફ સુધર્યો છે. તે કહે છે કે હવે હું માનવા લાગી છું કે ઇન્ડસ્ટ્રીમાં સફળતા સર્વસ્વ છે, જ્યારે તમારી કિસ્મતમાં સફળતા આવવા લાગે છે ત્યારે તમારી આસપાસનું બધું બદલાવા લાગે છે. કદાચ દુનિયા રીતે ચાલે છે. ‘નીરજાફિલ્મમાં સોનમની ભૂમિકાને ખૂબ પ્રશંસા મળી હતી, પરંતુ સોનમ ફિલ્મને તેની લાઇફનો ટર્નિંગ પોઇન્ટ માનતી નથી. તે કહે છે કેનીરજામાં લીડ ભૂમિકા માટે મારા અભિનયનાં લોકોએ ખૂબ વખાણ કર્યાં. ફિલ્મરાંઝણાદરમિયાન મને આવી પ્રતિક્રિયાઓ મળી હતી, તેમ છતાં પણ મારી બેસ્ટ ફિલ્મ હજુ આવવાની બાકી છે. મારે હજુ ઘણું બધું શીખવાનું છે.

   સોનમની બેસ્ટ માટે દર્શકોએ કેટલી રાહ જોવી પડશે તે અંગે વાત કરતાં તે કહે છે કે હું નિર્દેશકની અભિનેત્રી છું અને સારું કે ખરાબ નિર્દેશકના હાથમાં હોય છે. જો નિર્દેશક સંતુષ્ટ હશે તો મારા માટે સારું કામ હશે. કયો નિર્માતા મને ક્યારે બેસ્ટ કામ આપે છે તે જોવાનું રહ્યું. થોડી સારી ફિલ્મો આપ્યા બાદ અભિનેત્રી તરીકે આજે લોકો સોનમને થોડી ગંભીરતાથી લેવા લાગ્યા છે. તે કહે છે કેરાંઝણા’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘પ્રેમ રતન ધન પાયોઅનેનીરજાબાદ મને અભિનેત્રી તરીકે ગંભીરતાથી લેવાય છે તે વાત સાચી છે. પહેલાં હું એવી સ્થિતિમાં હતી કે જ્યારે કોઇ સરળતાથી મારા પર વિશ્વાસ મૂકવા તૈયાર હતું.

 (09:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS