Samachar Bollywood

News of Monday, 20th March, 2017

શાહિદ અને મીરા બાન્દ્રામાં નવા ભવ્ય મકાનની શોધમાં

જુન ૨૦૧૪માં સ્ટાર શાહિદ કપુરે જુહુ ખાતેના હાલના આવાસની ખરીદી કરી હતી : ખાસ રીતે ડિઝાઇન કરાવી

શાહિદ અને મીરા બાન્દ્રામાં નવા ભવ્ય મકાનની શોધમાં

   મુંબઇ,તા. ૨૦: બોલિવુડ સ્ટાર શાહિદ કપુર હાલમાં બાન્દ્રામાં અથવા તો દક્ષિણ મુંબઇમાં ભવ્ય આવાસની શોધમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ શાહિદે કેટલીક પ્રોપર્ટી જોઇ પણ લીધી છે. જો કે શાહિદ કપુર હાલમાં જુહુ ખાતેના તેના આવાસને છોડવા માટે તૈયાર નથી. ૩૬ વર્ષીય સ્ટાર અભિનેતા શાહિદ કપુરના નજીકના લોકોએ કહ્યુ છે કે જુન ૨૦૧૪માં શાહિદે તેના જુહુ આવાસની ખરીદી કરી હતી. તેમાં પોતાની રીતે ખાસ સુવિધા વસાવી હતી. હવે શાહિદ નવા આવાસની શોધમાં છે. તે વધારે આરામદાયક આવાસની શોધમાં છે. બે વર્ષ અગાઉ શાહિદ કપુર જુહુમાં તેના સી ફેસિંગ એપોર્ટમેન્ટમાં રહેવા જતો રહ્યો હતો. તે પહેલા તે વર્સોવા પેડ ખાતે રહેતો હતો. જુહુમાં આવાસ ખાતે હાલમાં તે પોતાની પત્નિ મીરા રાજપુત સાથે રહે છે. મીરી રાજપુત  સાથે શાહિદ કપુરે જુલાઇ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. આ જ આવાસમાં ગયા વર્ષે ઓગષ્ટમાં મીરા રાજપુતે પુત્રી મીશાને જન્મ આપ્યો હતો. હવે જાણવા મળેલી માહિતી મુજબ શાહિદ કપુર અન્ય પ્રોપર્ટીની શોધમાં છે. તે હાલમાં સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી છે. તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઇ નોંધપાત્ર સફળતા મેળવી રહી નથી પરંતુ ફિલ્મો સતત આવી રહી છે. તે હાલમાં સંજય લીલાની મોટી ફિલ્મ પદ્માવતિમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે દિપિકા અને રણવીર સિંહ કામ કરી રહ્યા છે. તે પહેલા ઉડતા પંજાબમાં પણ તે દેખાયો હતો. હાલમાં તેના જન્મદિવસની પાર્ટી કરવામાં આવી હતી. જેમાં હાલ તેની સાથે કામ કરી ચુકેલી તમામ અભિનેત્રીઓ ખાસ હાજર રહી હતી. જેમાં આલિયા ભટ્ટ, દિપિકા અને કેટરીના કેફ જેવી મોટી અભિનેત્રીનો પણ સમાવેશ થાય છે.

 (12:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS