Samachar Bollywood

News of Monday, 20th March, 2017

પ્રભાસ છેલ્લા પાંચ વર્ષથી બાહુબલી માટે વ્યસ્ત રહ્યો

ફિલ્મના શુટિંગને પૂર્ણ કરી લીધા બાદ પ્રભાસે હવે વાળ કપાવી લીધા : નાના વાળમાં નવા લુકમાં પ્રભાસ દેખાયો

પ્રભાસ છેલ્લા પાંચ વર્ષથી બાહુબલી માટે વ્યસ્ત રહ્યો

   મુંબઇ,તા. ૨૦: બાહુબલી જેવી મોટી ફિલ્મમાં કામ કર્યા બાદ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની સૌથી મોટી ઇચ્છા શુ હશે ?  પ્રભાસની ઇચ્છા તેની બાહુબલી -૨ ફિલ્મ સૌથી મોટી સુપરહિટ ફિલ્મ સાબિત થાય અથવા તો અનેક એવોર્ડ પોતાના નામે કરે તેવી હશે જો તેમ ચાહકો માની રહ્યા છે તો તે ગણતરી ખોટી છે. બાહુબલીની સૌથી મોટી ઇચ્છા ફિલ્મના શુટિંગને પૂર્ણ કરી લીધા બાદ તેના ખુબ લાંબા થઇ ગયેલા વાળને કપાવી લેવાની હતી. હવે પ્રભાસે તેની ઇચ્છા પૂર્ણ કરી લીધી છે અને વર્ષોથી લાંબા વાળ રાખ્યા બાદ હવે તે નાના વાળ કરાવી ચુક્યો છે. તે હાલમાં વાળ કપાવીને નાના નાના વાળના લુકમાં ચાહકો સામે આવ્યો હતો. બાહુબલી-૨ ફિલ્મના ટ્રેલરને લોંચ કરવામાં આવ્યા બાદ તે નવા લુકમાં દેખાયો હતો. અસલમાં પ્રભાસ છેલ્લા પાંચ વર્ષથી સતત આ ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. જેથી તેને પોતાના પાત્રના લુક અને ફિજિકને જાળવી રાખવાની ફરજ પડી રહી હતી. પ્રથમ ફિલ્મ બાબુબલીમાં પણ તે મોટા મોટા વાળ સાથે નજરે પડ્યો હતો. હવે તે બીજી ફિલ્મ બાહુબલી-૨માં પણ મોટા વાળ સાથે જ નજરે પડનાર છે. જેના પરિણામસ્વરૂપે પ્રભાસને કેટલાક વર્ષોથી લાંબા વાળ જાળવી રાખવાની ફરજ પડી રહી હતી. પ્રભાસે કહ્યુ હતુ કે તે મોટા મોટા વાળ જાળવી રાખીને થાકી ગયો હતો. ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલીએ કહ્યુ હતુ કે બાહુબલીની રજૂઆત બાદ જે રીતે કટપ્પાએ બાહુબલીને કેમ મારી નાંખ્યો તે પ્રશ્ન દેશ માટે જટિલ બન્યો હતો તેને ધ્યાનમાં લઇને અમારી જવાબદારી વધી ગઇ હતી. બન્ને ફિલ્મોનુ શુટિંગનુ કુલ બજેટ ૪૫૦ કરોડ રૂપિયા રહ્યુ છે.ફિલ્મના નિર્માતા શોભુ પ્રસાદ અને પ્રસાદે કહ્યુ હતુ કે પ્રથમ ફિલ્મથી બિઝનેસની દ્રષ્ટિએ કોઇ ખાસ ફાયદો થયો ન હતો. ચાહકોમાં જે રીતે ઉત્સુકતા છે તે જોતા બિઝનેસની કમી આના કારણે દુર થઇ જશે.

    

 (12:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS