Samachar Bollywood

News of Monday, 20th March, 2017

તાપસીએ સતામણી રોકવા માટે ખાસ હેલ્પલાઇન શરૂ

હેલ્પલાઇન નંબર પર મહિલાઓ અને યુવતિઓની મદદ માટે કાઉન્સિલરો હાજર રહેશે : હેવાલમાં કરાયેલ દાવો

તાપસીએ સતામણી રોકવા માટે ખાસ હેલ્પલાઇન શરૂ

   મુંબઇ,તા. ૨૦: પિન્ક ફિલ્મ મારફતે રાતોરાત સુપરસ્ટાર બનેલી સાહસી અને બોલ્ડ સ્ટાર તાપસી પન્નુએ હવે મહિલાઓની મદદ કરવા માટે એક હેલ્પલાઇનની શરૂઆત કરી છે. તાપ્સી દ્વારા શૌષણ અને માનસિક અત્યાચારનો શિકાર થયેલી મહિલાઓ અને યુવતિઓની મદદ કરવા માટે આ હેલ્પલાઇન ની શરૂઆત કરવામાં આવી છે. સેક્યુએલ હરાસમેન્ટ હેલ્પલાઇન નંબર ઉપયોગી સાબિત થઇ શકે છે. મહિલાઓની મદદ માટે હેલ્પલાઇનની શરૂઆત કર્યા બાદ તાપ્સીએ આ સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે તે આ હેલ્પલાઇન નંબર પર મહિલાઓની મદદ માટે પ્રોફેશનલ કાઉન્સિલરો હાજર રહેશે. આ હેલ્પલાઇન નંબર ૦૧૧૪૯૬૯૪૯૯૮ પર ટ્રેડ કારોબારી હાજર રહેશે. જે ભોગ બનેલી મહિલાઓની સીધી વાત કાઉન્સિલરો સાથે કરાવશે. આની સાથે સાથે ક્ષેત્રીય સ્તર પર ફરિયાદ દુર કરવા માટે જુદી જુદી કમિટીની રચના કરવામાં આવનાર છે. આ હેલ્પ લાઇન નંબર ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનની પહેલ પર શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન નંબર અંગે તાપ્સી પોતે કહે છે કે આ હેલ્પલાઇન નંબર તમામ વર્કિંગ મહિલાઓ માટે એક શાનદાર પહેલ તરીકે છે. આના કારણે મહિલાઓમાં આત્મવિશ્વાસ વધશે. ખાસ કરીને ઇવેન્ટ, એન્ટરટેઇનમેન્ટ અને મિડિયામાં કામ કરતી મહિલાઓ માટે આ હેલ્પલાઇન નંબર આદર્શ સાબિત થઇ શકે છે. દુનિયાને વધારે શાનદાર બનાવવામાં તે ઉપયોગી સાબિત થઇ શકે છે. યુવતિઓ સ્વતંત્ર રીતે પોતાની કુશળતા દર્શાવવી શકે તે હેતુ પણ રહેલો છે.

 (12:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS