Samachar Bollywood

News of Monday, 20th March, 2017

કપિલના ખરાબ વ્યવહારથી નારાજઃ શોમાં નહિ દેખાય સુનીલ ગ્રોવર?

ડો.ગુલાટી અને રિંકુ દેવીનું પાત્ર ભજવે છે ગ્રોવર

કપિલના ખરાબ વ્યવહારથી નારાજઃ શોમાં નહિ દેખાય સુનીલ ગ્રોવર?

   મુંબઇ તા.૨૦ : કોમેડિયન કપિલ શર્માના શોના ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર છે. આ શોના દર્શકો હવે ડો.મશહૂર ગુલાટી અને રિંકુ દેવીને નહિ જોઈ શકે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કપિલ શર્માના ખરાબ વ્યવહારથી નારાજ થઈને સુનીલ ગ્રોવરે તેના શોમાં આગળ કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. વેબસાઇટ ' સ્પોટબોલય'ને 'કપિલ શર્મા શો' સાથે જોડાયેલા એક સૂત્રે કહ્યું છે કે, આવાનારા દિવસોમાં શૂટિંગ લિસ્ટમાં સુનીલ ગ્રોવરનું નામ નથી.

   શનિવારે જ અહેવાલ આવ્યા હતા કે કપિલ શર્માએ ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતી વખતે દારૂના નશામાં કથિત રીતે સુનીલ ગ્રોવર અને સાથી કલાકાર ચંદન પ્રભાકર સાથે ગેરવર્તણૂક કરી હતી. મેલબર્ન અને સિડનીમાં સ્ટેજ શો બાદ પાછા ફરતી વખતે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કપિલે સુનીલ પર હાથ પણ ઉઠાવ્યો હતો. આ કારણથી નારાજ થઈને સુનીલે તેના શોમાં પરર્ફોર્મ કરવાનો ઇનકાર કરી દીધો છે.

   સુનીલ 'ધ કપિલ શર્મા શો'માં ડો. મશહૂર ગુલાટી અને રિંકુ દેવીનું પાત્ર ભજવે છે. શોમાં સુનીલ ઉપરાંત કિકૂ શારદા, ચંદન પ્રભાકર અને અલી અસગર જેવા કલાકારો તેમની કોમેડીથી દર્શકોનું મનોરંજન કરે છે. શોમાં કપિલ અને સુનીલ વચ્ચેના કોમેડી સંવાદ લોકોનું ખૂબ મનોરંજન કરે છે.

 (11:46 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS