Samachar Bollywood

News of Monday, 20th March, 2017

સાઉથની વધુ એક અભિનેત્રી બોલીવૂડમાં

<br />સાઉથની વધુ એક  અભિનેત્રી બોલીવૂડમાં

   સાઉથની વધુ એક અભિનેત્રી બોલીવૂડમાં આવી રહી છે. બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓ જેમ ત્યાંની ફિલ્મો કરે છે તેમ ત્યાંની હિરોઇનો પણ હિન્દી ફિલ્મો કરતી રહે છે. ચર્ચા મુજબ માજિદ મજીદીની આગામી ફિલ્મ બિયોન્ડ ધ કલાઉડ્સ માટે દિપીકા પાદુકોણે ઓડિશન આપી દીધુ હતું અને તેની તસ્વીરો તથા વિડીયો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થઇ ચુકયા હતાં. પરંતુ હવે આ ફિલ્મ દિપીકાને બદલે બીજી હિરોઇન કરી રહી છે અને તેનું નામ છે માલવિકા મોહનન. સાઉથની આ અભિનેત્રીને માજીદએ પોતાની ફિલ્મ માટે સાઇન કરીને શુટીંગ પણ શરૂ કરી દીધુ છે. દિપકા હાલમાં સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્દમાવતિના કામમાં વ્યસ્ત છે અને આ ફિલ્મનું શુટીંગ શરૂ થયું ત્યારથી વિવાદ પણ શરૂ થયો છે. માલવિકા સાથે શાહિદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર પણ જોવા મળશે.

 (09:19 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS