Samachar Bollywood

News of Monday, 20th March, 2017

રવીનાની ફિલ્મ 'માતૃ-ધ મધર'૨૧મી એપ્રિલે થશે રિલીઝ

રવીનાની ફિલ્મ 'માતૃ-ધ મધર'૨૧મી એપ્રિલે થશે રિલીઝ

   રવીના ટંડન બોલીવૂડમાં કમબેક માટે તૈયાર છે. તેની ફિલ્મ 'માતૃ-ધ મધર' આવતા મહિને રિલીઝ થશે. ફિલ્મમાં પાકિસ્તાની ગાયક રાહત ફતેહઅલી ખાને એક ગીત ગાયું છે. પ્રોડ્યુસર અંજુમ રિઝવીના કહેવા મુજબ રાહતે ગાયેલુ ગીત જિંદગી એ જિંદગી ફિલ્મમાં એક લાગણીશીલ ટ્રેકમાં સામેલ છે. જેમાં રવીનાના પાત્રની યાત્રા દેખાડાઇ છે. અમે આ ગીત ભારત-પાકિસ્તાન વચ્ચે કોઇ તનાવ નહોતો ત્યારે જ રેકોર્ડ કરાવી લીધુ હતું. ઉલ્લેખનિય છે કે ઉરી હુમલાને કારણે ભારતની ફિલ્મોમાં કામ કરતાં પાકિસ્તાની કલાકારોનો વિરોધ થયો હતો. આ કારણે એ દિલ હૈ મુશ્કિલના ફવાદ ખાનના રોલને ટુંકાવાયો હતો. તો રઇસની માહીરા ખાન પ્રમોશન માટે આવી શકી નહોતી. રવીનાની આ ફિલ્મમાં એવી મહિલાઓની કહાની છે જે બળાત્કાર અને શોષણનો ભોગ બની છે અને ન્યાય માંગે છે. ૨૧મી એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે.

 (09:18 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS