Samachar Bollywood

News of Monday, 20th March, 2017

ભોજપુરી સ્ટારના ચાહકના રોલમાં ફરહાન અખ્તર

<br />ભોજપુરી સ્ટારના ચાહકના રોલમાં ફરહાન અખ્તર

   અભિનેતા ફરહાન અખ્તર આગામી ફિલ્મ 'લખનો સેન્ટ્રલ'માં સખ્ત મહેનત કરતાં ભોજપુરી એકટરના ચાહકનું પાત્ર ભજવી રહ્યો છે. ફરહાન કંઇક અલગ અને જોરદાર રોલ નિભાવવા ઇચ્છતો હતો. આથી જ તેણે આ રોલ સ્વીકાર્યો છે. ફિલ્મમાં તે ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીના ચાહકના રૂપમાં જોવા મળશે. ફરહાનની પાછલી બે ફિલ્મો વઝીર અને રોકઓન-૨ બોકસ ઓફિસ પર ખાસ ચાલી નહોતી. તેની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગને લોકોએ ખુબ વખાણી હતી અને હિટ નિવડી હતી. જેમાં તેણે એથ્લેટ મિલ્ખાસિંહનો રોલ નિભાવ્યો હતો. ફરહાન હમેંશા પડકારરૂપ રોલ માટે જાણીતો છે. લખનોૈ સેન્ટ્રલના નિર્માતા નિખીલ અડવાણી અને નિર્દેશક રંજીત તિવારી છે. જેલ અંદરની કહાની આ ફિલ્મમાં છે. જે ૧૫ સપ્ટેમ્બરના રિલીઝ થશે.

 (09:18 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS