Birthday

News of Monday, 20th March, 2017

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂના નાનાભાઇનો જન્મદિવસ

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ  ધર્મગુરૂના નાનાભાઇનો જન્મદિવસ

   જસદણ્ઙ્ગા, તા. ર૦ : મંગળવારે વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂના નાનાભાઇ માલેકુલ અશરતભાઇ સાહેબ ''શુજાઉદ્દીન''નો જન્મદિવસ હોવાથી દઅવતે હાદિયામાં ઉમંગની છોળો ઉઠી છે. પોતાની જીવન યાત્રાના ૭૧ વર્ષમાં પ્રવેશ કરશે ૧૯વર્ષની વયે તેમના પિતા દ્વારા ''શુજાઉદ્દીન''નો લકબ ધારણ કરનારા અને હીજરીઅન ૧૩૯રમાં અમીરૂલહજ તરીકે નેતૃત્વ કરનારા માલેકુલ અશતરભાઇ સાહેબને ઉચ્ચ શિક્ષણ મેળવી. પિતા અને ભાઇઓ સાથે દઅવતે હાદિયાના અલગ-અલગ ખાતામાં  સેવા બજાવી દેશ-દેશાવરનો પ્રવાસ કરી તેમણે હજારો અનુયાયીઓના સુખદુઃખમાં સહભાગી બન્યાં અને તેણે આવી માનવતા વાદી યાત્રા હજુ પણ ચાલુ રાખી છે.

 (12:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS