Birthday

News of Monday, 20th March, 2017

એડવોકેટ - નોટરી બિપીનચંદ્ર ગાંધીનો જન્મદિવસ : ૬૫માં વર્ષમાં પ્રવેશ

એડવોકેટ - નોટરી બિપીનચંદ્ર ગાંધીનો  જન્મદિવસ : ૬૫માં વર્ષમાં પ્રવેશ

   રાજકોટ : જાણીતા એડવોકેટ / નોટરી શ્રી બીપીનચંદ્ર બી. ગાંધીનો આજે ૬૫મો જન્મદિવસ છે. તેઓ ૧૯૭૧માં કોલેજમાં અભ્યાસ અર્થે રાજકોટ આવી પી.ડી. માલવીયા કોલેજમાં પ્રવેશ મેળવી ત્યારથી એ.બી.વી.પી.ના કાર્યકર તરીકે કારકીર્દી શરૂ કરેલ સમય જતાં તેઓ જૂના જન સંઘ હાલ ભાજપના ૪૭ વર્ષથી કાર્ય કરી રહેલ છે. તેઓ યુવા ભાજપ ઉપપ્રમુખ, સેક્રેટરીના રાજકોટ શહેરના હોદા પર રહી ચૂકેલ છે.  તેમને રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં ટીકીટ ભાજપના વખતમાં મળેલ હાલ તેઓ શહેર ભાજપ કારોબારીમાં સભ્ય તરીકે કાર્યરત છે. જૂના વોર્ડ નં. ૧૦ પછી વોર્ડ નં.૫ હાલવોર્ડ નં૧૭ના સૌથી જૂના જનસંઘ વખતના કાર્યકર છે. તેઓ આર.સી.સી.ના હાલ આનંદનગરના સ્વયંસેવક છે.બીપીનભાઇને ે  (મો.૯૪૨૬૪ ૪૪૦૧૯) ભાજપના મેયર - ડે. મેયર - શહેર ભાજપ પ્રમુખ - પૂર્વ પેટ્રોલીયમ મંત્રી ગોવિંદભાઇ પટેલ તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા - પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઇ કથીરીયા બાર કાઉ. પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ - લીગલ સેલ કન્વીનર હિતેષ દવે તથા જિલ્લા સરકારી વકીલશ્રી વોરા અભિનંદનની વર્ષા વરસાવી છે.

 (11:46 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS