Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

ભાવનગરના સનાળામાં કૌટુંબીક ભાઈ-બહેનનો ગળેફાંસો ખાઈને આપઘાત

   ભાવનગર, તા. ૧૯ :. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામે રહેતા દલસુખ હિંમતભાઈ પરમાર અને એ જ ગામની યુવતીએ ગામની શાળાના મેદાનમાં આવેલા વૃક્ષની ડાળી સાથે લટકીને ગળેફાંસો ખાઈને બન્નેએ એક સાથે આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

   બનાવની જાણ થતા જ જેસર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક યુવક-યુવતી કૌટુંબીક ભાઈ-બહેન થતા હોવાનું જાણવા મળ્યુ છે.

 (04:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS