Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

કાલે અમિતભાઇના સંમેલનમાં શહેર ભાજપના ૭૫૦૦ કાર્યકરો ઉત્સાહભેર જોડાશે

૧૨૫ બસ, ૮૦ ફોરવ્હીલરોમાં કાર્યકરો ગોંડલ ચોકડી ખાતેથી રવાના થશે : બુથદીઠ ૧૦ કાર્યકરો

   રાજકોટ : જુનાગઢમાં મોતીબાગ ખાતે કૃષિ યુનિવર્સિટી ખાતે ભાજપના  રાષ્ટ્રીય અધ્યક્ષ  અમિતભાઇ શાહના નેતૃત્વમાં  યોજાનાર સોૈરાષ્ટ્રના પેજપ્રમુખ સંમેલનમાં રાજકોટ શહેર ભાજપમાંથી  ૭૫૦૦ થી  પણ વધુ કાર્યકર્તાઓ  ઉત્સાહભેર જોડાશે.

   આ સંમેલનમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ  અગ્રણી ધનસુખ ભંડેરી, જુનાગઢ જિલ્લા ભાજપના  પ્રભારી નિતીન ભારદ્વાજ, સાંંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો. દર્શિતાબેન  શાહ, સ્ટેન્ડીંગ કમિટીના  ચેરમેન  પુષ્કર પટેલ, શાસક પક્ષના  નેતા  અરર્વિંદ રૈેયાણી,  દંડક રાજુભાઇ અઘેરા તેમજ શહેર ભાજપના  હોદેદારો, મોરચાના પ્રમુખ - મહામંત્રી, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના  સભ્યો, તમામ વોર્ડના પ્રભારી - મહામંત્રી સહીતના તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓને ૧૨૫ બસ - ૮૦ ફોરવ્હીલમાં સવારેૅ ૧૦ વાગ્યે ગોંડલ ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પાર્ક પાસેથી પ્રસ્થાન કરાવાશે. વધુમાં આ સંમેલનમાં રાજકોટના તમામ ૧૮ વોર્ડના પ્રત્યેક બુથમાંથી ૧૦ કાર્યકર્તા જુસ્સાભેર જોડાશે તેવું અંતમાં કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુભાઇૅ કોઠારી, કિશોર રાઠોડે, જણાવ્યું હતુ.

 (03:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS