Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

જૂનાગઢમાં અમિતભાઇ સહિતના મહાનુભાવોની સુરક્ષા માટે એસ.પી. જાજડિયાનો લોખંડી બંદોબસ્ત

ગીર સોમનાથના એસ.પી. હિતેષ જોઇસરની પણ મદદ લેવાઇ

    

   જૂનાગઢ તા. ૧૯ : આવતીકાલ તા. ૨૦ના રોજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહિતના મહાનુભાવો જૂનાગઢ આવી રહ્યા હોય તેમની સુરક્ષા માટે એસ.પી. નિલેષ જાજડીયા દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.  આ માટે ગીર સોમનાથના એસ.પી. હિતેષ જોઇસરની પણ મદદ લેવામાં આવી છે.

   મંગળવારે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન ભાજપના પેઇજ પ્રમુખોના યોજાનારા મહાસંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત ભાજપના ટોચના નેતાઓ વગેરે ઉપસ્થિત રહેનાર છે.

   આ મહાનુભાવોની સલામતી અને કાયદો - વ્યવસ્થા માટે આઇજીપી ડો. રાજકુમાર પાંડીયનના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસવડા નિલેષ જાજડીયા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. એસ.પી. શ્રી જાજડીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ વગેરેની સલામતીના બંદોબસ્ત માટે ગીર સોમનાથના એસ.પી. હિતેષ જોઇસર પણ ખડેપગે રહેશે. એસ.પી. શ્રી જાજડીયાએ વધુમાં જણાવેલ કે, શ્રી શાહ સહિર્તી મહાનુભાવો જે માર્ગો પરથી પસાર થવાના તે તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત રહેશે. તેમજ સંમેલન સ્થળ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન વગેરેની જાળવણી માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. સ્થાનિક પોલીસની સાથે એસઆરપીની ૧ કંપનીના જવાનો પણ બંદોબસ્ત જાળવશે.(૨૧.૧૩)

   

 (02:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS