Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

કાલે અમિતભાઇ શાહની હાજરીમાં જુનાગઢમાં ભાજપ પેઇજ પ્રમુખોનું સંમેલન વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણી સહિતના ઉપસ્થિત રહેશે

કાલે અમિતભાઇ શાહની હાજરીમાં જુનાગઢમાં ભાજપ પેઇજ પ્રમુખોનું સંમેલન  વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણી સહિતના ઉપસ્થિત રહેશે

    

   આવતીકાલે અમિત શાહ, વિજય રૂપાણી, નિતીન પટેલ અને જીતુ વાઘાણી સહિતના નેતાઓ જૂનાગઢ આવી રહ્યા છે.

   તા. ૨૦ જૂનના રોજ બપોરના જૂનાગઢ કૃષિ યુનિ.ના ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર ઝોન ભાજપના પેઇજ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.

   આ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહેશે.

   તેમજ આ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી. સતિષજી, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, કેન્દ્રીય પ્રધાનો મનસુખભાઇ માંડવીયા, પુરૂષોત્તમભાઇ રૂપાલા, પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ વગેરે પણ હાજરી આપશે.

   શ્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ થયા બાદ પ્રથમ વખત જ જૂનાગઢ આવી આવી રહ્યા હોય શ્રી શાહને આવકારવા માટે જૂનાગઢના મુખ્ય માર્ગો વગેરે હોર્ડીંગ લગાવવામાં આવેલ છે. તેમજ ભાજપના ધ્વજ પણ ફરકાવવામાં આવ્યા છે.

   રાષ્ટ્રપતિ અધ્યક્ષ શ્રી અમિત શાહના સ્વાગત માટે ૫૦૦૦ બાઇક સ્વારોની રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે. પેઇજ પ્રમુખોના સંમેલનને લઇ શહેરમાં કેસરીયો માહોલ પ્રવર્તે છે.

   જૂનાગઢ કોમર્શિયલ બેંકના બિલ્ડીંગનું ભૂમિપૂજન

   ૨૦મી જૂને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ માત્ર જૂનાગઢ નહિ સમગ્ર રાજ્યમાં બેંકની ૧૨ શાખાઓ ધરાવતી ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના નવા આધુનિક ભવનનું ભૂમિપૂજન કરશે.

   જુનાગઢ ખાતે એસ.ટી. કોલોની સામે, જીયાન્સ ફલેટથી આગળ, મોતીબાગ રોડ ઉપર આકાર લેનાર આ ભવન ગુજરાતની ૧૨ શાખાઓનું પ્રતિનિધિત્વ કરશે. સહકારી ક્ષેત્રે અગ્રેસર કો-કો બેંકના માર્ગદર્શક અને પૂર્વ ચેરમેન ડોલરબાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ ભૂમિ પૂજન માટે સમય ફાળવી અમિતભાઇએ સાબિત કર્યું છે કે, પોતે સહકાર જગતના માણસ છે અને પ્રજાના વફાદાર સેવક છે. મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યે થનાર આ ભૂમિપૂજન પ્રસંગે સહકાર મંત્રી ઇશ્વરભાઇ પટેલ, જિલ્લા પ્રભારી ચીમનભાઇ શાપરીયા, રાજ્ય કૃષિ મંત્રી જશાભાઇ બારડ, જિલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ તેમજ ટોચના ભાજપના અને સહકાર જગતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ડોલરભાઇ કોટેચા તેમજ ચેરમેન પી.ડી.ગઢવીના માર્ગદર્શન નીચે બેંકનો સ્ટાફ પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે.(૨૧.૧૨)

 (02:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS