Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

કાલે અમિતભાઇ શાહ જુનાગઢમાં: ભવ્ય સન્માન

સૌરાષ્ટ્રભરના યુવાનોમાં તેમને સત્કારવાને લઇને અનેરો થનગનાટઃ ભવ્ય આવકાર અપાશેઃ ૫૦૦ યુવાનોની બાઇક રેલી : દરેક જિલ્લાના યુવાનો બાઇક સાથે જૂનાગઢ પહોંચી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખશ્રીને આવકારશે : નેહલ શુકલ

કાલે અમિતભાઇ શાહ  જુનાગઢમાં: ભવ્ય સન્માન

   રાજકોટ,તા.૧૯ : વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટી તેના સુવર્ણકાળમાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે દેશ - વિદેશના દરેક ભારતીયોને હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂકયા છે, ભારતના દરેક રાજયમાં આજે ભાજપા એક મહત્વના રાજકીય પક્ષ તરીકે સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે.

   શ્રી અમિતભાઇ શાહ જયારથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ છેક પૂર્વોતર  રાજયોમાં પણ ભાજપાની સરકારો ચૂંટાઇ આવી છે, ભાજપાને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સદસ્ય ધરાવતો પક્ષ શ્રી અમિતભાઇ શાહે તેમના અથાગ પરિશ્રમ અને આબાદ રણનિતીથી બનાવ્યો છે.

   આવા ભાજપાના યશસ્વી અધ્યક્ષ આવતીકાલ તા.૨૦ને મંગળવારના રોજ જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્રભરના 'યેજપ્રમુખ'ના સંમેલનમાં આવી રહ્યા હોય ત્યારે સૌરાષ્ટ્રના યુવાનો તેમને ભવ્ય રીતે સત્કારવા થનગની રહ્યા છે, ત્યારે અધ્યક્ષને આવકારવા ભાજપા યુવા મોરચાના પ્રદેશ મહામંત્ક્ષ્રી અને સૌરાષ્ટ્ર યુવા મોરચાના પ્રભારી ડો. નેહલભાઇ શુકલના માર્ગદર્શનમાં ભવ્ય બાઇક રેલી દ્વારા સ્વાગતની તૈયારી માટે સજ્જતા ધરાણ કરી લીધી છે, કુલ ૫૦૦૦ યુવાનો બાઇક રેલી દ્વારા આદરણીય અમિતભાઇના આગમનને ''એસ્કોર્ટ'' કરીને સભા સ્થળ સુધી દોશી જશે.

   સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી યુવા મોરચાના કાર્યકરો બાઇકર સ્વરૂપે આ રેલીમાં જોડાઇને પોતાનું પ્રતિનિધિત્વ પુરૂ પાડશે, જૂનાગઢ શહેર - જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ - મહામંત્રીઓની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર દરેક શહેર - જિલ્લાનાં આગેવાનો કાર્યકરો સૌ ઉત્સાહથી સમગ્ર વાતાવરણને ''કેશરીયા રંગથી'' રંગી દેવા કમર કસી લીધી છે.

   ડો. નેહલ શુકલની સાથે યુવા મોરચાના અન્ય સૌ દરેક આગેવાનોએ આજથી જૂનાગઢ ખાતે કરી નાખ્યો છે, અને આવતીકાલનું શ્રી અમિતભાઇ શાહનું આગમન ઐતિહાસિક બની રહે તે માટે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી રહ્યા છે તેમ યાદીમાં જણાવાયું છે. (૩૦.૬)

 (02:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS