Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

જુનાગઢ વનરાજસિંહ રાયજાદાના ફાર્મ હાઉસે પુ.મોરારીબાપુનું શિરામણઃ ગીર ગાયને ગોળ ખવડાવ્યો

જુનાગઢ વનરાજસિંહ રાયજાદાના ફાર્મ હાઉસે પુ.મોરારીબાપુનું શિરામણઃ ગીર ગાયને ગોળ ખવડાવ્યો

   જુનાગઢઃ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા પુ.મોરારીબાપુએ આજે સવારે જાુનાગઢ કોયલી ફાટક પાસે આવેલ ક્ષત્રીય સમાજના આગેવાન અને પૂર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદાના ગુરૂકૃપા ફાર્મ હાઉસ ખાતે એક કલાકનું રોકાણ કરી સિરામણ કરી ગીર ગાયને ગોળ ખવળાવ્યો હતો ઉપરોકત તસ્વીરોમાં પુ.મોરારીબાપુને હૃદયના ભાવથી ભોજન કરાવતા વનરાજસિંહ રાયજાદા તેમજ બાજરાનો રોટલા, દહીમાં ચોળી થેપલા, ઘઉંના પોકનુ જાદરીયુ સુકી ભાજી, કેસરકેરી, લીલામરચા, દુધ, દહી, છાસ, ગાઠીયા, જલેલીનુ સિરામણ આરોગતા પુ. મોરારીબાપુ તેમજ આ તકે ઉપસ્થિત બોમ્બેના ડો. મણિયાર રાજકોટના કમલેશભાઇ ગણાત્રા, જેતપુરના વિજયભાઇ જીવરાજાની જાુનાગઢના ડે.મ્યુ. કમિ. શ્રી પ્રદિપસિંહ રાઠોડ લોકસાહિત્ય કાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયા, ખેતશીભાઇ ગઢવી, જેન્તીભાઇ ચાન્દ્રા મહુવાના ચીમનભાઇ વાઘેલા માયાભાઇ આહિર સહિતના સ્નેહીજનો તેમજ છેલ્લે ગિરનસલની ગાયને હથેળીમાં લઇ ગોળ ખવડાવતા પુ. મોરારીબાપુ સાથે વનરાજસિંહ રાયજાદા (મો. ૯૮રપપ પ૪૯૯૯)નજરે પડે છે. (અહેવાલ વિનુજોષી, તસ્વીર મુકેશ વાઘેલા, જાુનાગઢ)(૬.૧૭)

 (02:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS