Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

મોરબી એલસીબીએ દારૂ ભરેલી કાર સાથે રાજકોટના સંજય પરમારને ઝડપી લીધો

રાજકોટના અન્ય ત્રણ સહિત ચારના નામો ખુલ્યાઃ ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

મોરબી એલસીબીએ દારૂ ભરેલી કાર સાથે રાજકોટના સંજય પરમારને ઝડપી લીધો

   તસ્વીરમાં દારૂનો જથ્થો અને બીજી તસ્વીરમાં પકડાયેલ શખ્સ સાથે એલસીબીનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

    મોરબી તા. ૧૯ : મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચેખાનપર-આમરણ રોડ વચ્ચે શંકાસ્પદ કાર રોકી ચેક કરતા તેમાંથી ૧૬ પેટી દારૂ સાથે રાજકોટના શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ત્રણના નામો ખુલ્યા હતા.

   ળતી વિગતો મુજબ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સુચનાથી એલ.સી.બી. ના ઇન્ચાર્જ પી.આઈ. ભરતસિંહ પરમાર , રાજુદાન ગઢવી, સંજય આહીર, ભગીરથસિંહ ઝાલા, ભરત મિયાત્રા, ચંદુ કરોતરા સહિત નો સ્ટાફ પેટ્રોલિંગ હતા ત્યારે મળેલી બાતમીના આધારે આમરણ- ખાનપર વાળા રસ્તા ઉપર વોચમાં હતા ત્યારે શંકાસ્પદ કાર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી ૧૯૨ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા પિ૭૬૦૦,એક મોબાઈલ પિ૦૦ રૂપિયા, કાર રૂપિયા ૨.પિ૦ લાખ આમ કુલ ૩ લાખ થી વધુના મુદમાલ સાથે સંજય પરમાર રહે.રાજકોટ વાળા ને ઝડપી લીધો હતો.

   જયારે તેની પૂછપરછ કરતા તેણે આ દારૂ ફડસરના ભરત પાસેથી લીધો હતો અને ઙ્ગરાજકોટ માં રહેતા તેના અન્ય સાગરીતો ઇરફાન ઘાચી, મહિપત ડોડિયા, રાજુ નામના શખ્સો નામ આપતા પોલીસે જે ૪ શખ્સો ના નામ ખુલયા તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તો પોલીસ વધુ તપાસમાં આ દારૂ કેટલાય સમયથી અહી લઇ જવામાં આવતો તેમજ આ દારૂ કયાંથી આવતો તેની વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે.

 (01:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS