Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

સાસણ જંગલમાં ગેરકાયદે ઘુમતા ૧૩ પ્રવાસી ઝડપાયા

આર.એફ.ઓ.વનરાજસિંહ જાડેજાની ટીમનું ઓપરેશનઃ સિંહ દર્શનનું લોકેશન શોધતા હતા!

સાસણ જંગલમાં ગેરકાયદે ઘુમતા ૧૩ પ્રવાસી ઝડપાયા

   તલાલા તા.૧૯: ગીરના જંગલમાં દેવળીયા રેન્જમાં જાંબુડીવાળા જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશી પગપાળા ચાલી સિંહનું લોકેશન શોધી રહેલા ૧૩ પ્રવાસીઓને રાત્રી પેટ્રોલીંગમાં નીકળેલ ગીરના આરએફઓ વનરાજસિંહ જાડેજા તથા વાણિયાવાવ રાઉન્ડ સ્ટાફના ફોરેસ્ટર જી.કે.રાવલીયા સહિતના સ્ટાફે ઝડપી લેતા ગેરકાયદે સિંહ દર્શન કરવા અને કરાવવા ટેવાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

   સાસણ ગીરના આરએફઓ જાડેજાએ આપેલ વિગતો પ્રમાણે ગેરકાયદે સિંહ દર્શન કરવા મોડી રાત્રે જંગલમાં ઘુસેલા ૧૩ પ્રવાસીની અટક કરવામાં આવી છે. જેમાં રાજેશ રમેશ દેવપરા, કશ્યપ પંકજ ભટ્ટ (શિક્ષક), હિતેશ દેવજી મકવાણા, રમેશ નારણ ઉમરાણીયા, જયદીપ શશીકાંત પાણેરી (શિક્ષક), ઇમરાન હનીફ વણજારા, અશ્વિન ભનુ જોરીયા, ચેતન પરસોતમ માલવીયા, રોહિત દિનેશ મકવાણા રે.બધા જેતપુર, રાજકોટના વેટરનરી ડોકટર નીરજ વિમલ સરવૈયા, તેજસ દિલીપ સરવૈયા અને કરસનગઢના ગોપાલ જગુ ડોડીયા, ઉર્મિત ભુપત ડોડીયાનો સમાવેશ થાય છે.

   જંગલમાં ગેરકાયદે પ્રવેશનો ગુનો દાખલ કરી પકડાયેલા તમામ પ્રવાસીઓ પાસેથી રૂ.૨-૨  હજાર લેખે કુલ ૨૬ હજારનો દંડ વસુલ્યો હતો.

   મોડી રાત્રે જંગલમાં પગપાળા ચાલી સિંહનું લોકેશન શોધતા ઝડપાયેલા તમામ ૧૩ પ્રવાસીઓ કરસનગઢ ગામના ગોપાલ જગુ ડોડીયાની વાડીમાં રાત્રી રોકાણ કરી મોડી રાત્રે જંગલમાં ઘુસ્યા હતા. સિંહનું લોકેશન શોધી સિંહ દર્શનની પ્રવૃતિ ગેરકાયદે હોવાનું શિક્ષિત લોકો જાણતા હોવા છતાં આવી રીતે ગેરકાયદે સિંહ દર્શન કરાવતા લોકોને સિંહ દર્શન કરવા જનાર શિક્ષકો અને તબીબ કક્ષાના શિક્ષિત અને બુધ્ધિજીવી લોકો સામે ભારે કચવાટ સાથે ગ્રામ્ય પ્રજા અને ખેડુતોમાં ભારે રોષ વ્યાપ્યો છે.(૧.૧૧)

 (12:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS