Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

સૌરાષ્ટ્ર-કચ્છમાં સખત તાપ

      રાજકોટ, તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને પવનના સુસવાટા સાથે આખો દિવસ બફારાનો અહેસાસ થઇ રહ્યો છે.

      રાત્રીના તથા સવારના સમયે પવનના સૂસવાટા ફૂંકાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે આખો દિવસ ધુપ-છાંવવાળુ વાતાવરણ રહ્યા બાદ આજે સવારથી અહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે અને લોકોને બફારાનો અહેસાસ થાય છે.

      મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ રહેતા બપોરના સમયે વધુ ગરમીની અસર થઇ રહી છે.

 (11:54 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS