Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

પાણશીણા પાસે ૩૬ લાખનો દારૂ કબ્જે

પંજાબથી ટ્રકમાં ગાંધીધામ જતો'તો : બે શખ્સોની ધરપકડ

પાણશીણા પાસે ૩૬ લાખનો દારૂ કબ્જે

    

   વઢવાણ, તા. ૧૯ : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સુચના આપતા એલ.સી.બી. સ્ટાફના પો. સબ ઇન્સ. કે.આર. સીસોદીયા, પેરોલ ફર્લો સ્કોર્ડના પો. સબ ઇન્સ. એ.ડી. પરમાર, એલ.જી. રાઠોડ પ્રો. પોલીસ સબ ઇન્સ. પાણશીણા ચેક પોસ્ટ પ્રતિનિયુકિત પો.હેડ કર્વા. સુરેન્દ્રનગર તથા પાણશીણા પો.સ્ટે.ના પો. સબ ઇન્સ. પી.જી. ગોહિલ, એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ. દેવીસંગભાઇ ચૌહાણ, ગીરીરાજસિંહ રાણા, પો. કોન્સ. દિલીપભાઇ ઠાકોર, ભગીરથસિંહ ઝાલા, રવિન્દ્રસિંહ ડોડીયા, રઘુવીરસિંહ ઝાલા, પાણશીણા પો.સ્ટે.ના એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ જાડેજા, પો. કોન્સ. સાદીકભાઇ કોઠારીયા, દિનેશભાઇ ગોહીલ, સાહીદખાન પઠાણ, ચંદુભાઇ બાવળીયા, પાણશીણા ચેક પોસ્ટના પ્રો.એ.એસ.આઇ. મીનાબા વાળા, હોમગાર્ડ કમાન્ડર મહીપતસિંહ એલ. પરમાર, હો.ગા. ભરતસિંહ જી. પરમાર, દિપકસિંહ એમ. રાણા, જનકસિંહ ડી. કાઠીયા વિગેરે અમદાવાદ-રાજકોટ હાઇવે, એન.એચ.-૮અ રોડ, પાણશીણા પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતાં.

   દરમ્યાન બાતમી રાહે હીકત મેળવી પંજાબ પાસીંગની ટાટા કંપનીની ટ્રક રજી.નં. પીબી-૧૦-સીએલ-પ૩૬પ વાળીમાં ગે.કા. પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૧૮૦૧ર કિ. રૂ. ૩પ,૯૬,૪૦૦ તથા મોબાઇલ નંગ-ર કિ. રૂ. ૩પ૦૦/- તથા રોકડ રૂ. ૧૬૧પ૦/- તથા ટ્રક નંગ-૧ કિ. રૂ. ૧પ,૦૦,૦૦૦/- તથા તાડપત્રી નંગ-૧ કિ. રૂ. ૧૦૦૦ તથા રસ્સો નંગ-૧, કિ. રૂ. ૧૦૦, મળી કુલ રૂ. પ૧,૧૭,૧પ૦/-ના મુદામાલ સાથે (૧) હરવિન્દરસીંગ સ્વરણસીંગ જાટ ઉ.વ. ર૮ રહે. ચુંગ ગામ તા. બાબા બકાલા, જી. અમૃતસર -પંજાબ (ર) પરમજીતસીંગ મોહનસીંગ જાટ ઉ.વ. ર૮ રહે. મુછલ ગામ તા. બાબા ને પકડી પાડી પૂછતા સદરહું ઇંગ્લીશ દારૂનો જથ્થો ટ્રકના માલીક સરબીતસિંગ સોહનસીંગ રહે. મુછલએ મોકલેલ હોવાનું જણાવતા મજકુર ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરાવેલ છે.

   સદરહું ઇંગ્લીશ દારૂનો જથ્થો ગાંધીધામ-કચ્છ ખાતે લઇ જવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે.

 (11:51 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS