Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

ગરીબોના હક્કના ૭૦૦૦ કિલો ઘઉનો જથ્થો ઝડપાયો

વધુ એક વખત કાળા બજારીયાઓની કારી ન ફાવવા દીધી પોલીસેઃ જસદણમાં વિરનગર પાસે રાત્રે ચોક્કસ બાતમીના આધારે આઇસર ચેક કરતા જ ફુટ્યો ભાંડોઃ આ ઘઉ રાજકોટના કમલેશ નામના વેપારીનો હોવાનું ડ્રાઇવરે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું: કલેકટર ચોકી ઉઠ્યા

ગરીબોના હક્કના ૭૦૦૦ કિલો ઘઉનો જથ્થો ઝડપાયો

      

      આટકોટઃ જસદણ તાલુકાના વિરનગર પાસેથી અનાજનો ઝડપાયેલ જથ્થો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ વિજય વસાણી, આટકોટ)આટકોટ,તા.૧૯: જસદણના વિરનગર ગામેથી ગત રાત્રે ચોક્કસ બાતમીના આધારે આટકોટ પોલીસે આઇસર ટ્રકની અંદર ભરેલા માલ-સામાન ચેક કરતા ગરીબોના મોઢેથી કાળાબજારીયા દ્વાાર ઝુંટવી લીધેલા સાત હજાર કિલો ઘઉનો જથ્થો ઝડપી પાડતા કાળાબજારીયાઓમાં ભય ફેલાઇ ગયો છે જ્યારે પુરવઠા તંત્ર ઉધતુ ઝડપાઇ ગયું છે.

      

      ગઇકાલે રાત્રે આટકોટ પોલીસના એ.એસ.આઇ. પુનાભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે વિરનગર ગામે આઇસર ટ્રક નં. જીજે-૧૩ ડબલ્યુ ૬૮૨માં રેશનીંગના ઘઉ ભરેલા છે, બાતમીના આધારે એ.એસ.આઇ. પુનાભાઇ કોન્સ. રસીકભાઇ અને દિલીપભાઇ વિરનગર પહોંચી આઇસરની તલાસી લેતા ભારતીય ખાદ્ય નિગમ અને પંજાબ ગવર્મેન્ટ ખાદ્ય નિગમ લખેલી બોરીઓ મળી આવી હતી.

      આઇસરના ચાલક મુળ વિરનગરના અને હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા નારણ રઘુ મુંઘવા જાતે ભરવાડની પૂછપરછ કરતા આ ઘઉના બીલ કે બીજો આધાર ન હોય જસદણ પોલીસ સ્ટેશને લાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

      ડ્રાઇવર નારણની પ્રાથમીક પુછ-પરછમાં આ ઘઉનો જથ્થો તેણે રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ કમલેશ લુહાણાએ ભરી આપ્યો હતો અને આ ઘઉનો જથ્થો ભાવનગર પહોંચાડવાનો હતો.

      ભાવનગર કોને ત્યાં પહોચાડવાનો હતો તે પોલીસે પુછતા નારણે જણાવ્યું હતું કે એ ત્યા પહોંચ્યા બાદ કમલેશ ફોન દ્વારા સુચના આપવાનો હતો તેવુ જણાવ્યું હતું.

      પોલીસે કોઇની શેર શરમ રાખ્યા વગર આ માલ કબ્જે કરી જસદણ મામલતદારને જાણ કરી છે. જેમ જસદણ પોલીસે કોઇની શેહ શરમમાં આવ્યા વગર કડક કામગીરી કરી છે તેમ હવે આ બનાવમાં પુરવઠા તંત્ર કાળા બજારીયાઓ સામે કેવા પગલા ભરે છે તે જોવાનું રહ્યું.

      ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જસદણમાં મસમોટુ અનાજ કૌભાંડ ઝડપાયુ હતુ ત્યારે પણ પોલીસે પુરવઠા તંત્રને ઉધતુ ઝડપી પાડ્યુ હતુ અને આ બનાવમાં પણ પોલીસે સરકારી ઘઉનો જથ્થો ઝડપી પાડી પુરવઠા તંત્રને ઉંધતુ ઝડપ પાડ્યું છે.

      આ બનાવ બાદ પોલીસ ઉપર આ પ્રકરણને ભીનુ સંકેલી લેવા ભારે ભલામણો આવી હતી પણ પોલીસે નક્કર કામગીરી કરતા કાળા બજારીયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો.

 (11:50 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS