Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

સવારે જુનાગઢ-ભેસાણમાં ઝાપટા

       જુનાગઢ, તા. ૧૯ : જુનાગઢમાં આજે સવારે મેઘ મહેર થતા વાતાવરણ ઠંડક પ્રસરી ગઇ હતી.

      ચોમાસાના સત્તાવાર પ્રારંભને આજે ચોથો દિવસ છે, પરંતુ હજુ મેઘાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું નથી.

      દરમિયાનમાં આજે વ્હેલી સવારે અચાનક જુનાગવઢમાં મેઘાની પધરામણી થઇ હતી.

      મેઘાના આગમનથી રસ્તાઓ ભીના થઇ ગયા હતાં અને ખાબોચીયા ભરાઇ ગયા હતાં. સવારે ૮ વાગ્યા સુધી હળવી મેઘસવારી ચાલુ રહેતા જુનાગઢ ખાતે બે મી.મી. વરસાદ નોંધાયો હતો.

      વરસાદી ઝાપટા બાદ સવારે ૮ પછી સૂર્યનારાયણના દર્શન થયા હતાં.

      જૂનાગઢની સાથે સવારે ભેસાણ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્યા હતાં.

 (11:49 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS