Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

ગુજરાતના તસ્વીરકાર ભાટી એનને ગૌરવ પુરસ્કાર

ગુજરાતના તસ્વીરકાર  ભાટી એનને ગૌરવ પુરસ્કાર

      વાંકાનેર, તા. ૧૯ :  સમગ્ર ગુજરાત માં વણઝારા સમાજ લાખોની તાદાતમાં વસવાટ કરે છે. મુખ્યત્વે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. જેસીબી  ટ્રક, ટ્રેકટરથી પોતાની આજીવિકાસ કમાઇ છે. વણઝારા સમાજના ગૌરવંતા વ્યકિતઓનું જાહેર સન્માન અમદાવાદ, ટાગોર હોલ ખાતે ખીચો ખીચ હોલમાં વણઝારા સમાજના હજારો ભાઇ-બહેનોએ હાજરી આપી હતી. શ્રીનારાજી વણઝારા (પ્રમુખ વણઝારા સમાજ, ગુજરાત રાજય) ની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત ગૌરવ એવોર્ડ મેળવનાર વણઝારા જ્ઞાતિના ગૌરવવંત વ્યકિત ભાટી એેને છબીકળા ક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાથી અવિરત ભીન્ન... ભીન્નન.. બેનમૂન તસ્વીર ખેંચતા આવ્યા છે. અને ગુજરાતના તમામ માતબર દૈનિકોમાં હજારોની સંખ્યામાં તેમના ફોટો છપાયેલા છે. વાઇલ્ડ લાઇફ, ગ્રામ્ય જીવન, મેળા સ્થાપ્ત્યો, ટ્રેડિશનલ ડ્રેસ, ધરતીકંપ, દુષ્કાળ પૂજય મોરારી બાપુ, પી.એમ. નરેન્દ્રમોદી જેવા મહાનુભાવોના અસંખ્ય તસ્વીર પ્રદર્શનો રાજકોટ, અમદાવાદ, દિલ્હી સુધી યોજી ચુકયા છે તેઓ વિશ્વના ૬ ઇંચ લાંબા નેઇલ વડે ચિત્રો દોરનાર વિશ્વના પ્રથમ નેઇલ ચિત્રકાર છે. હાલમાં ભાટી એનની અમેરિકા ન્યુયોર્કમાંથી ગુજરાતી સાપ્તાહિક માં કોલમ ચાલે છે. ને ગુજરાતનું લોકપ્રિય અખબાર દિવ્યભાસ્કરમાં તસ્વીર-એ-બયાં કોલમ આવે છે. વાંકાનેર નગરપાલીકાના કાઉન્સિલર તરીકે સમાજ સેવા પણ કરે છે. ચિત્ર લેખા સાપ્ તાહિકે આ વર્ષે પદ ગૌરવવંતા ગુજરાતીમાં સ્થાન આપેલ છે. આ બહુમુખી પ્રતિભા ધરાવતા ભાટી એનનું વણઝારા સમાજ ગૌરવ પુરસ્કાર આપી તા. ૧પ-૬-૧૭ના અમદાવાદ ખાતે પુરસ્કાર એનાયત થયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા ધનેશ ધાંધલ, નરસિંહ રાઠોડ (પ્રમુખશ્રી) એ જહેમત ઉઠાવી હતી.

 (11:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS