Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

કોટડાસાંગાણીના રાજપરાના આર્મી જવાન મુકેશ કુમરખાણીયાએ ફરજ દરમિયાન અંતિમશ્વાસ લેતા ગમગીની

કોટડાસાંગાણીના રાજપરાના આર્મી જવાન મુકેશ કુમરખાણીયાએ ફરજ દરમિયાન અંતિમશ્વાસ લેતા ગમગીની

    કોટડાસાંગાણી તા. ૧૯ : કોટડાસાંગાણીના રાજપરાનો મુકેશ રવજીભાઇ કુમરખાણીયા નામનો યુવાન પંજાબમાં આર્મીમાં ફરજ બજાવતા હતા તેમનું ચાર દિવસ પહેલા પંજાબના પટીયાલા ફરજ દરમિયાન કોઇ કારણોસર અવસાન થતાં પરિવારની સાથે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે તેમના પાર્થિવદેહને તેમના વતનમાં લાવી આર્મીના રૂલ્સ મુજબ પરેડ યોજીને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમવિધિ કરવામાં આવી હતી.

   કોટડાસાંગાણીના મામલતદાર, પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.આર.રાણા તથા સ્ટાફ પણ ઉપસ્થિત રહીને સલામી આપી હતી.

   નાના એવા રાજપરા ગામના કોળી યુવાનનું આર્મીમાં ફરજ દરમિયાન કોઇ કારણોસર અવસાન થતા આ સૈનિકને સલામી આપવા માટે ગ્રામજનો સ્વયંભૂ બંધ પાડી હાજર રહ્યા હતા અને ગામમાં ઘેરો શોક છવાયો છે.

 (11:39 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS