Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

ગાયમાતાના ઉછેર-સંરક્ષણ માટે રાષ્ટ્રીય પશુની માન્યતા આપવા સુરેન્દ્રનગરમાં માંગણી

ગાયમાતાના ઉછેર-સંરક્ષણ માટે રાષ્ટ્રીય પશુની માન્યતા આપવા સુરેન્દ્રનગરમાં માંગણી

   વઢવાણ, તા. ૧૯ :. સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ સતીષભાઈ ગમારાની આગેવાનીમાં જીલ્લા કલેકટરશ્રીને પત્ર પાઠવીને પશુપાલકો વિરોધી સરકારની નિતી સામે ન્યાયની માંગણી કરીને બાઈક રેલી યોજી હતી.

   પશુપાલકોને સરકારશ્રી દ્વારા સુવિધા આપવા માંગણી કરવામાં આવી હતી.

   આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, ગાયમાતાના ઉછેર અને સંરક્ષણ માટે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે માન્યતા આપો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌચરોની જમીન પર દબાણ કરવામાં આવેલ છે જે જમીન પરનું દબાણ દૂર કરી અને જે જગ્યાએ પશુધનના પ્રમાણમાં ગૌચરો ઉપલબ્ધ નથી ત્યાં નવા ગૌચરો નીમ કરવા. ભારતના બંધારણમાં અપાયેલ માલધારીઓને ખેડૂત હકનો લાભ આપી અમલ કરવો. માલધારીઓના પશુપાલન વ્યવસાયને વેગ મળે તે માટે અપાયેલા 'વાડા'ની સનદ આપીને નિયમીત કરવી. ગૌધન વિકાસ માટે ગાયના દુધના અલગથી પોષણ ક્ષમ ભાવ નક્કી કરવા. પશુ પાલકોને ઘાસચારો પોષણ ક્ષમ ભાવથી મળી રહે તે માટે સરકારી ખરાબાની જમીન પર ઘાસચારો વાવવાની મંજુરી આપવી. ગૌપાલક સહકારી મંડળીઓને પુનઃ સજીવન કરવી. ગૌપાલક વિકાસ નિગમ દ્વારા પશુપાલકોને પશુપાલન ઉદ્યોગ માટે તબેલો, ગૌશાળા તથા પશુ ફાર્મની સ્થાપના માટે વગર વ્યાજની લોન આપી પશુ પાલકોને આર્થિક પગભર કરવા. પશુપાલકોને પશુઓના અકસ્માતે પશુ મૃત્યુ વળતર સહાય આપવી. પશુઓમા આવતા અસાધ્ય રોગચાળા સમયે વેટરનરી ડોકટરો દ્વારા વિનામૂલ્યે સારવાર અપાવવી. પશુપાલકોના પરિવારજનો તથા બાળકો માટે નિઃશુલ્ક શિક્ષણની વ્યવસ્થા કરવી. પર્યાવરણ બચાવવા તથા પ્લાસ્ટિકનો કચરો ગાય ખાઈ જઈ અને મૃત્યુ પામે છે તે માટે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મુકવો જરૂરી છે.

   આ તકે મનુભાઈ પટેલ, લાખાભાઈ ભરવાડ, ચેતન ખાચર, રમેશભાઈ દેસાઈ, ડો. મનીષભાઈ દોશી સહિતનાએ માંગણી કરી હતી.

 (11:27 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS