Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

સાચી વ્યકિત સાચી જગ્યાએ બેસે ત્યારે તેનો ફાયદો લોકોને અચુક મળે છેઃ જે.પી.નડ્ડા

'સૌના સાથથી ચુંટાયેલી સરકાર દ્વારા સૌનો વિકાસ કરવા માટે સરકાર કટીબધ્ધ છે': ચિમનભાઇ શાપરીયા 'મેકીંગ ઇન્ડિયાના માધ્યમથી વિશ્વના દેશોને ભારતમાં મૂડીરોકાણ કરાવવા માટે સફળતા મળી છે': પૂનમબેન માડમ

સાચી વ્યકિત સાચી જગ્યાએ બેસે ત્યારે  તેનો ફાયદો લોકોને અચુક મળે છેઃ જે.પી.નડ્ડા

   જામનગર તા. ૧૯ : જનજનનો સાથ વધતો વિશ્વાસ સાથે સૌનો સાથ સૌનો વિકાસ તે સુત્રને સાથે લઇ આ દિશામાં સમગ્ર ભારત આજે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. વિશ્વના દેશો પણ ભારતના વિકાસની નોંધ લઇ રહ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સાશનમાં થયેલ અને થઇ રહેલ કામની સિધ્ધીને ઉજાગર કરતા કંડલા પોર્ટ ટ્રસ્ટ આયોજીત સબકા સાથ સબકા વિકાસ સંમેલન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં જામનગર ઠેબા ચોકડી પાસે યોજાયો હતો.

   આ તકે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યુ હતુ કે, આજે સબકી સરકાર તરીકે લોકોએ સરકારને સ્વીકારી છે. ત્રણ વર્ષ પહેલા ભારત દેશની છબી અન્ય વિકસીત દેશોની નજરે તુચ્છ હતી અને તેની ગણના કોઇ સમારોહમાં લેવાતી ન હતી. આજે છબી બદલાઇ છે. વિશ્વભરના દેશો ભારતની નોંધ લેતુ થયુ છે. ભારતના વડાપ્રધાનશ્રીની વિદેશ મુલાકાતની નોંધ દરેક દેશ લેતુ થયુ છે અને યજમાન દેશ ગૌરવ અનુભવી રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય સારી છબીને કારણે અનેક દેશના ડેલીગેટ ભારતમાં મુડી રોકવા માટે તત્પર થયા છે. આજે ભારત  વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સતત વિકાસ કરતા દેશ તરીકે ઉભરી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, વિકાસ કોને કહેવાય તે ખરા અર્થમાં ભારતના નાગરીકોએ માત્ર ત્રણ વર્ષમાં નિહાળ્યુ છે. લોકોને સાથે રાખી લોકઉપયોગી યોજનાઓને સાકાર કરી ખરા અર્થમાં લોકોને તેમના હક્કો આજે મળી રહ્યા છે. આજે ભારત સવા અબજથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ત્યારે ત્રણ વર્ષ અગાઉ માત્ર ૩.૨૫ કરોડ બેન્ક ખાતા હતા, જયારે આજે માત્ર આ ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા જન ધન યોજના અને વિમા કવચથી ૨૯ કરોડ લોકોને યોજનામાં જોડી ખાતા ખોલવામાં આવ્યા છે. લોકોને મળતી સરકારી સહાયની રકમ સીધી જ તેમના ખાતામાં જમા કરાવામાં આવે છે. માત્ર રૂપિયા ૧૨ માં રૂ.૧ લાખનુ જીવન વિમા કવચ પુરૂ પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી જીવન જયોત યોજનાના માધ્યમથી માત્ર રૂ.૩૩૦ માં રૂ.૨ લાખનુ વિમા કવચ પુરૂ પાડવામાં આવે છે. અટલ પેન્શન યોજનામાં આજે ૧૩ કરોડ ૫૦ લાખ લોકો છેલ્લા ત્રણ વર્ષમાં જોડાયા છે. મુદ્રા યોજના થકી ૫ હજાર થી ૧૦ લાખની લોન દ્વારા લોકોએ પોતાની જીવન દિશા બદલી છે. આ યોજનામાં સાત કરોડ લોકો જોડાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકોની આરોગ્યની ચીંતા કરતા આગામી દિવસોમાં ૧ લાખ લોકોને આરોગ્યની ટ્રેનીંગ આપવામાં આવશે. ભારતનો શીશુ જન્મ દર ૨ કરોડ ૩૦ લાખ છે. આ દરેક બાળકોને વિવિધ રોગ માટેના સાત પ્રકારના ટીપા આપવામાં આવતા હતા. તેમા વધારો કરી આજે વિનામૂલ્યે ૧૨ જાતના વિવિધ રોગ સામે રક્ષણ માટેના ટીપા આપવામાં આવી રહ્યા છે. ભારત એક ખૂબજ મોટી જનસંખ્યા અને બહોળા વિસ્તારમાં પથરાયેલો દેશ છે. અહીં પહાડી વિસ્તાર, દરીયાઇ વિસ્તાર, જંગલ વિસ્તાર, બરફીલા પહાડો વચ્ચે લોકો વસવાટ કરી રહ્યા છે. આ દરેક લોકોના આરોગ્યની ચીંતા સરકાર કરી રહી છે. આવા દુરગમ પહાડી વિસ્તારોમાં આરોગ્યની ટીમો જઇ પોલીયો ટીપાના માધ્યમથી દેશને પોલીયો મુકત કરવાનુ કઠીન કાર્ય પાર પાડવામાં આવ્યુ છે. આમ, અનેક દિશામાં વિકાસ થઇ રહ્યો છે. જયારે સાચી વ્યકિત સાચી જગ્યાએ બેસે ત્યારે તેનો ફાયદો લોકોને અચૂક મળે છે તે બાબત વડાપ્રધાનશ્રી મોદીજી એ ફળીભૂત કરી છે.

   કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી ચિમનભાઇ શાપરીયાએ જણાવ્યુ હતુ કે, માન. નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સફળ નેતૃત્વની જવાબદારી સંભાળી ત્યારથી ગુજરાતનો અવીરત વિકાસ થયો. ૨૦૧૪માં સૌના સાથથી માન. નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી, તેઓએ અનેકવિધ યોજાનામાં લોકોને જોડી તેના હક્કો પ્રાપ્ત કરાવ્યા છે. ઘરવિહોણા લોકોને ૨૦૨૨ સુધીમાં લોકોને ઘરનુ ઘર મળી રહે તે દિશામાં કામ થઇ રહ્યુ છે. માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આજે વિકાસની ગતીમાં વધારો લાવવા માટે લોકઉપયોગી ૩૦૦ જેટલી યોજનાઓ કાર્યવંત કરવામાં આવી છે. પારદર્શક વહીવટને વરેલી સરકારમાં ૭૪ હજાર સ્કીલ્ડ ઉમેદવારોને નોકરી પ્રાપ્ત થઇ છે. સેવા સેતુના માધ્યમથી ૩૮ લાખ વ્યકિતગત પ્રશ્નોનુ નિરાકરણ કરવામાં આવ્યુ છે. આમ સૌના સાથથી ચુંટાયેલી સરકાર દ્વારા સૌનો વિકાસ કરવા માટે સરકાર કટીબધ્ધ છે.

   આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યુ હતુ કે, આજે દેશે માત્ર ત્રણ વર્ષમાં અનેક બાબતે વિકાસો કર્યા છે. આ વિકાસની બાબતને ઉજાગર કરવા અને લોકો સમક્ષ મુકવા માટે આ સમારોહનુ આયોજન કરવામાં આવેલ છે. ૭૦ વર્ષની વિકાસની તુલનામાં માત્ર ૩ વર્ષમાં અનેકગણો વિકાસ થયો છે. જન ધન યોજના હોય કે ઘરવિહોણા પરિવાર હોય, આરોગ્યની બાબત હોય કે સ્કીલ્ડ ઇન્ડિયા ડેવલપ્ડ હોય દરેક યોજનામાં નાનામાં નાના લોકોને આવરી લઇ લોકોની સુખાકારી વધારવા માટે કામ થઇ રહ્યુ છે. મેકીંગ ઇન્ડીયાના માધ્યમથી વિશ્વના દેશોને ભારતમાં મુડી રોકાણ કરાવવા માટે સફળતા મળી છે. સાચુ ભારત ગામડામાં વસે છે ત્યારે ગામડુ વિકાસથી વંચીત ન રહે તે માટે અનેક યોજનાની ફળશ્રુતીથી આજે ગામડાઓમાં અનેક સુવિધાઓ પ્રાપ્ત થઇ છે.

   પ્રાસંગિક પ્રવચનમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી આર.સી.ફળદુએ સરકારની વિવિધ વિકાસની બાબત તેમજ કંડલા પોર્ટ દ્વારા થયેલ વિકાસની વિસ્તૃત જાણકારી આપી હતી.          

   સ્વાગત પ્રવચન કરતા કંડલા પોર્ટ ટ્રસ્ટના ડેપ્યુટી ચેરમેન આલોકસિંગે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રીની દુરમદ્રષ્ટીથી આજે ભારતના બંદરોનો વિકાસ ખૂબજ ઝડપથી વધી રહ્યો છે. સાગરમાલા પરીયોજનાથી બંદરોના વિકાસમાં તીવ્ર ગતીથી વધારો થઇ રહ્યો છે. કંડલા બંદર આજે ૧૦ કરોડ કાર્ગો સંચાલીત ભારતનુ પ્રથમ બંદર છે. આ તકે પોર્ટના વિકાસની જાંખી કરાવતી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.     

   આ કાર્યક્રમમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, જાડાના ચેરમેનશ્રી દિલિપસિંહ ચુડાસમા, યાત્રાધામ વિકાસ બોર્ડના વાઇસ ચેરમેનશ્રી રાજુભાઇ ધ્રુવ, ધારાસભ્યશ્રી મેઘજીભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયા, ડી.ડી.ઓ.શ્રી મુકેશ પંડ્યા, કંડલા પોર્ટ ટ્રસ્ટના ચીફ ઓપરેશન મેનેજર શ્રીનિવાસ તેમજ મોટી સંખ્યામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો હાજર રહ્યા હતા. આભાર વિધિ કંડલા પોર્ટ ટ્રસ્ટના બી.કે.ઝા એ કરી હતી.(૨૧.૩)

 (09:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS