Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

જૂનાગઢમાં મેલેરિયા મુકત અભિયાન

જૂનાગઢમાં મેલેરિયા મુકત અભિયાન

    જૂનાગઢઃ  મેલેરીયામુકત ગુજરાત અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા લોકજાગૃતિની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતને મેલેરિયાથી સંપુર્ણ મુકિત મળે તે માટે અત્યારથી લોકોમાં જાગૃતિ આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ દરમ્યાન ૫૨૨ ગામોની ૯૧૬ શાળાઓમાં પ્રવેશ મહોત્સવમાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો દ્વારા દ્યરની આસપાસ પાણીના ખુલ્લા પાત્રો ના રહે તેની કાળજી લેવા અને વાપરવાના પાણીમાં અઠવાડીયામાં બે વાર પોરાનાશક દવા અથવા કેરોસીન નાખવા તથા મચ્છરદાની ખરીદ કરી દવાયુકત મચ્છરદાનીના ઉપયોગ કરવા અને કોઇને પણ તાવ આવે તો લોહીની તપાસ કરવા અને સંપુર્ણ સારવાર કરવા અંગે જિલ્લાના એક લાખ લોકોએ સંકલ્પ કર્યો હતો.આ કાર્યક્રમમાં સંસદીય સચિવ  જેઠાભાઇ સોલંકી,કલેકટર  રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી  અજય પ્રકાશ અને ધારાસભ્ય  અરવિંદભાઇ લાડાણી તેમજ અધિકારીઓએ સંકલ્પ લીધા હતા. મેલેરીયા મુકિત જાગૃતિ રેલી નીકળી તે તસ્વીર. (૨૫.૫)

 (09:40 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS