Samachar Rajkot

News of Monday, 19th June, 2017

ગુજરાતના શિક્ષણ તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિ.માં ભારોભાર ભ્રષ્ટાચાર થાય છેઃ કરોડોના કોન્ટ્રાકટમાં કોની મીલીભગત

સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વાલીઓને ફી નિર્ધારણ એકટની લોલીપોપ અપાઇ છે... : NSUI-યુથ કોંગ્રેસના કલેકટર કચેરીએ દેખાવો-સુત્રોચ્ચાર-પાઠય પુસ્તકમાં ભ્રષ્ટાચારઃ આવેદન પાઠવાયું...

ગુજરાતના શિક્ષણ તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિ.માં ભારોભાર ભ્રષ્ટાચાર થાય છેઃ કરોડોના કોન્ટ્રાકટમાં કોની મીલીભગત

      એનએસયુઆઇ-યુથ કોંગ્રેસ દ્વારા સૌ યુનિ. તથા ગુજરાતના શિક્ષણ તંત્રમાં ભ્રષ્ટાચાર અંગે દેખાવો યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

      રાજકોટ તા.૧૯ : યુથ કોંગ્રેસના રાજકોટના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને અન્ય કાર્યકરોએ રાજકોટ કલેકટરને સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવી ગુજરાતના શિક્ષણ તંત્ર અને સૌ યુનિ.માં ભ્રષ્ટાચાર અંગે રજુઆતો કરી હતી.

      સ્કીલ ડેવલોપમેન્ટના નામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૈસે સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને ભાજપ પ્રેરીત વિચારધારામાં પરાણે જોડવામાં આવે છે. યુનિવર્સિટીના નાણાનો તમામ ખર્ચ આ સ્કીલ ડેવલોપમેન્ટના નામે કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી ડેવલોપમેન્ટ ફી પણ છેલ્લા ઘણા વર્ષોથી ઉઘરાવે છે અને ડેવલોપમેન્ટ કંઇપણ થતુ નથી. આ ડેવલોપમેન્ટ ફીનો વિદ્યાર્થીઓને હિસાબ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પણ ફી નિર્ધારણ સમિતિની રચના થાય તેવી અમારી માંગ છે.

      આ ભાજપ સરકારે ચૂંટણી નજીક આવતા ગુજરાતના વાલીઓને સૌથી મોટી લોલીપોપ આપવાનું કામ કર્યુ છે અને સરકાર દ્વારા જે ફી નિર્ધારણ એકટ પસાર કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં નક્કી કરેલ છે. રૂ.૧પ,૦૦૦/-, રૂ.ર૦,૦૦૦/-, રૂ.રપ,૦૦૦/- નક્કી કરી છે. કોઇપણ શાળા તેના કરતા વધારે લઇ શકાશે નહી. રાજકોટના શાળા સંચાલકો આ કાયદાને ઘોળીને પી ગયા છે. સરકારનો કોઇપણ જાતનો અંકુશ નથી અને તંત્ર પણ નિષ્ક્રીય અને ચુપ બેઠુ છે તેવુ દર્શાય રહ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા જે પાઠય પુસ્તકો ફ્રી આપવામાં આવે છે તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર સમાયેલો છે. પુસ્તકોને કયાંકને કયાંક બારોબાર વેચી દેવામાં આવે છે અને તેના પ્રિન્ટીંગની ગુણવતા અતિ નબળી છે. ફી નિર્ધારણ એકટમાં સરકાર દ્વારા આ કાયદો લાવવાથી શાળાઓ દ્વારા વચલો રસ્તો કાઢીને ચૂંટણી આવતી હોય એટલા માટે થોડો સમય પસાર કરવો એ રીતે શાળાઓ પણ જે વાર્ષિક કે છ માસિક ફી લેતી હતી તે ત્રિમાસિક લેવા માંડી છે.

      આવેદનમાં ઉમેરાયુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરો. દસ કરોડથી પણ વધારેનું કન્સ્ટ્રકશનનો કોન્ટ્રાકટ તથા સ્વીમીંગ પુલ અને બીજા કામોના કોન્ટ્રાકટ આપવામાં આવેલા છે જેને કામ અપાયુ છે તેમાં એક રાજકીય આગેવાનના કહેવાથી કંપનીને જાણી જોઇને કોન્ટ્રાકટમાં (ઓનલાઇન)માં નિયમો બનાવીને અને બીજા કંપનીઓ સાથે રીંગ કરીને કામ મળેલ છે. આ આગેવાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જવાબદાર અધિકારી તેમજ ગુજરાતના હાલના એક રાજકીય આગેવાનની ખુબ જ નજીકના મનાય છે તેવો આક્ષેપ પણ કરાયો છે તેમજ આ કામ નીચી ગુણવતાવાળુ, ડિઝાઇનની અંદર ફેરફાર તેમજ નબળી ગુણવતાનું થઇ રહ્યુ છે. આવુ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇને પણ લાગી રહ્યુ છે.

      આવેદનપત્ર દેવામાં ડો.રાજદિપસિંહ જાડેજા, મુકેશ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ, મુકુંદ ટાંક, જયકિશનસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, નીતિન ભંડેરી, જયરાજસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, મનીષ પટેલ, કરણ લાવડીયા, ચેતનભાઇ મંડ, અલ્પેશ બાબરીયા વગેરે જોડાયા હતા.

 (03:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS