Samachar Rajkot

News of Monday, 19th June, 2017

નાનામૌવા સર્કલ અને સાધુ વાસવાણી રોડના મેદાનમાં પતંજલી યોગ સમિતીની યોગ શિબીરો

અમદાવાદ - રાજકોટમાં યોગ શિક્ષકો યોગની તાલીમ આપશે

નાનામૌવા સર્કલ અને સાધુ વાસવાણી રોડના મેદાનમાં પતંજલી યોગ સમિતીની યોગ શિબીરો

   રાજકોટ,તા.૧૯ : આગામી ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિન નિમીતે રાજકોટ શહેરના નાનામૌવા સર્કલ તથા સાધુવાસવાણી રોડ પર આરએમસી ગ્રાઉન્ડ સાથે જિલ્લાના તાલુકા મથકોમાં પણ વહીવટી તંત્ર સાથે પતંજલી યોગ સમિતીને સંચાલનની જવાબદારી સોંપવામાં આવેલ છે.

   નાનામૌવા સર્કલ તથા સાધુવાસવાણી રોડ પરના ગ્રાઉન્ડ પર સવારે ૫:૩૦ કલાકે ભૂખ્યા પેટે, શેતરંજી સાથે શકય હોય તો સફેદ વસ્રમાં પધારેલ બેઠક વ્યવસ્થા સાથે આવવા જાહેર જનતાને અનુરોધ કરેલ છે. રાજકોટમાં આશરે ૧૪૦ સ્થળોએ યોગ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવશે.  

   આ ઐતિહાસિક, રાષ્ટ્રીય માનવસેવા સાથે કાર્યક્રમને સફળ બનાવવા પતંજલી યોગ સમિતી અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટને સોંપવામાં આવી છે. આ માટે કેન્દ્રીય પ્રભારી ડો. જયદિપ આર્ય, ગુજરાત રાજય પ્રભારી લક્ષ્મણભાઇ પટેલ, જિલ્લા પ્રભારી નટુભાઇ ચૌહાણ, યોગ ગુરૂ કિશોરભાઇ પઢિયાર, મહિલા પ્રભારીર જયાબા પરમાર, કિરણબેન માકડીયા તથા યુવા પ્રભારી ભાવિકભાઇ ખૂંટ, મનોજભાઇ અકબરી, પદ્માબેન રાચ્છ, નિશાબેન ઠુંમર, નિતાબેન મહેતા, રેખાબેન, નિતીનભાઇ કેશરીયા, પ્રિયંકાબેન રાચ્છ તથા પ્રભુદાસભાઇએ જહેમત ઉઠાવી રહ્યા છે.

   તસવીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પતંજલી યોગ સમિતીના સર્વેશ્રી લક્ષ્મણભાઇ પટેલ, નટુભાઇ ચૌહાણ, મનોજભાઇ અકબરી, કિરણબેન માકડીયા, જયાબા પરમાર, પદ્માબેન રાચ્છ, પ્રભુદાસભાઇ મણવર, કિશોરભાઇ પઢિયાર નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

 (03:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS