Samachar Rajkot

News of Monday, 19th June, 2017

આરટીઇ પ્રશ્ને ગરીબ બાળકો-વાલીઓની રઝળપાટઃ માલદાર ખાનગી સંચાલકો સાથે ડીઇઓની મહેમાનગતી

વર્ગ વધારો નામંજુર અને લાયકાત વગરના શિક્ષકો પ્રશ્ને ડીઇઓ અને સંચાલકો વચ્ચે ચર્ચા

   રાજકોટ, તા., ૧૯: ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર સરકારે આપ્યો છે. ત્યારે ગરીબ વાલીઓ તેઓના લાડકવાયા સંતાનોને સારી શાળામાં શિક્ષણ અપાવવા છેલ્લા ૩ મહિનાથી રઝળપાટ કરી રહયા છે. ત્યારે સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી ન થતા વાલીઓમાં ભારે રોષ પ્રવર્તે છે.

   આજે જીલ્લા શિક્ષણાધીકારી કચેરી ખાતે જાણીતા આગેવાન શ્રી વિજયસિંહ જાડેજા સહિતના આગેવાનોના નેતૃત્વમાં વાલીઓ તેના સંતાનો સાથે ડીઇઓ કચેરીએ પ્રવેશ માટે રજુઆત કરવા આવ્યા હતા. વાલીઓનો ઉગ્ર રોષ પારખી તુરત પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.

   વાલીઓએ ડીઇઓ શ્રી સંગારકાને રજુઆત કરતા તેમને શાસનાધીકારીને મળવાની ખો આપી હતી. વાલીઓએ પણ હવે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલો શિક્ષણના અધિકાર માટે લડી લેવાનો મિજાજ દર્શાવ્યો છે. કાનુની પગલા શાળા સંચાલક અને વહીવટી તંત્ર સામે ટુંક સમયમાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

   વાલીઓની રઝળપાટ વચ્ચે ડીઇઓ અને શાળા સંચાલકો વચ્ચે બેઠક મળી હતી.  વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે બેઠક મળી હોવાનું જણાવાય છે પરંતુ તેમાં તો શાળા સંચાલકોએ વર્ગ વધારા નામંજુર અને લાયકાત વગરના શિક્ષકો રાખવા સબબ શાળા સંચાલકો સામે લાલ આંખ કરવાના નિર્ણયની ચર્ચા કરવામાં આવી હતી.

   ડીઇઓ સાથેની બેઠકમાં પ્રમુખ શ્રી અજયભાઇ પટેલ, રશ્મીકાંતભાઇ મોદી, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, અવધેશભાઇ કાનગડ, મેહુલભાઇ પરડવા, રાજુભાઇ પરીખ, ડી.કે.વાડોદરીયા, નરેશભાઇ પટેલ, પુષ્કરભાઇ પટેલ, ભરત ગાજીપરા, જતીન ભરાડ સહિતના ઉપસ્થિત રહયા હતા.

 (03:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS