Samachar Rajkot

News of Monday, 19th June, 2017

ખેડૂતોની કસોટી... અરબી સમુદ્રની ચોમાસાની પાંખ હજુ પાંચેક દિવસ આગળ વધે તેવા સંજોગો નથી

બંગાળની ખાડીવાળી પાંખ આવતા ત્રણેક દિવસમાં આગળ વધશે : અશોકભાઈ પટેલ : હાલ સાર્વત્રિક વરસાદના કોઈ સંજોગો નથી, છૂટાછવાયા ઝાપટા વરસશે

ખેડૂતોની કસોટી... અરબી સમુદ્રની ચોમાસાની પાંખ હજુ પાંચેક દિવસ આગળ વધે તેવા સંજોગો નથી

      રાજકોટ, તા. ૧૯ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, અરબી સમુદ્રની ચોમાસાની પાંખ ગત ૧૨મી જૂનથી સ્થગિત થઈ ગઈ છે. હજુ આવતા પાંચેક દિવસ અરબી સમુદ્રની પાંખ આગળ ચાલે તેવા સંજોગો નથી. હાલમાં ચોમાસુરેખા અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી ફકત ૨૦ કિ.મી. દૂર આવીને અટકી ગયુ છે.

       દક્ષિણ ગુજરાતનાં વલસાડથી નાસિક  યૌવતમલ, જમશેદપુર, ભાગલપુરા, બિહાર સુધી જાય છે. હાલમાં બંગાળની ખાડીવાળી પાંખ (ચોમાસાની પૂર્વ પાંખ) આવતા ત્રણેક દિવસમાં આગળ ચાલશે. જેથી બિહાર, ઝારખંડ, ઓરિસ્સાને આવરી લેશે. તેમજ વિદર્ભ છત્તીસગઢના થોડા વધુ ભાગોમાં પહોંચશે અને પૂર્વ ઉત્તરપ્રદેશ અને પૂર્વ મધ્યપ્રદેશમાં પણ પ્રવેશ કરે તેવા સંજોગો છે.

      તા. ૧૯ થી ૨૫ (સોમથી રવિ) સૌરાષ્ટ્ર- કચ્છ - ગુજરાતમાં આગાહીના સમયમાં સાર્વત્રિક વરસાદની કોઈ શકયતા નથી. અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં ઝાપટા પડવાની શકયતા છે. જેમાં વરસાદનો વિસ્તાર ક્રમશઃ વધે અને વરસાદી માત્રા તા. ૨૩ થી ૨૫ દરમિયાન વધશે.

      અત્રે નોંધનીય છે કે વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ એક સપ્તાહથી વધુ સમયની આગાહી કરતા નથી તેમ છતાં બે દિવસમાં આગોતરૂ એંધાણ આપનાર હોવાનું જણાવ્યું છે.

 (03:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS