Samachar Rajkot

News of Monday, 19th June, 2017

નર્મદા અવતરણ અને નરેન્દ્રભાઇ મોદીના રાજકોટ આગમનને વધાવવા કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમો

તા.૧૯ થી તા.૨૮ દરમિયાન વન-ડે-ટુ વોર્ડ સફાઇ ઝુંબેશઃતા.૨૭ ના રોજ અંકિત તીવારીની મ્યુઝીકલ નાઈટઃ તા.૨૮ના આતાશબાજી

   રાજકોટ,તા.૧૯: સૌની યોજનાહેઠળ આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવાનો રાજકોટ માટેનો અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેકટ સાકાર થયો છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા નીરના વધામણા કરવા રાજકોટના મહેમાન બની રહયા છે ત્યારે આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા કાર્યક્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ ે જણાવ્યું હતું.

   આ કાર્યક્રમો વિશે વાત કરતા કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૧૯ થી તા.૨૮  દરમિયાન વન-ડે-ટુ વોર્ડ સફાઇ ઝુંબેશ, તથા તા.૨૧ થી તા. ૨૪ દરમ્યાન આજી નદી શુદ્ઘિકરણ અભિયાન અંતર્ગત તા.૨૪ ના રોજ જાહેર જનતા અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ સાથે આજી નદીની સામૂહિક સફાઈ ઝુંબેશ, તા.૨૪ ના રોજ વ્રુક્ષારોપણ, તા.૨૭ ના રોજ જાહેર જનતા માટે મ્યુઝીકલ નાઈટ અને દીપમાળા કાર્યક્રમ તથા તા.૨૮ના રોજ આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. આ તમામ કાર્યક્રમો માટે રાજકોટ શહેરની અલગ-અલગ સ્વૈચ્છીક સંસ્થાઓ તથા એન.જી.ઓ. સાથે વિવિધ મિટીંગ પણ યોજવામાં આવેલ છે.

    જાહેર માર્ગ પર લોકો કચરો રસ્તા પર નહી ફેંકેતા રોડની સાઇડ પર રહેલ લીટરબીનમાં નાંખે તેવી વ્યવસ્થા કોર્ર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવનાર છે.  તે માટે ૧૦૦ લીટરની ૩૦૦ નંગ જેટલી ટવીન લીટરબીન તા.૨૯ સુધીમાં એરપોર્ટથી આજીડેમ સુધી તથા અન્ય હોકર્સ ઝોનમાં ફીટ કરવામાં આવનાર છે. કુલ-૨૪૦૦ નંગ લીટરબીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે.એન.એન.યુ.આર. પ્રોજેકટ અંતર્ગત ખરીદ કરવામાં આવનાર છે.

   ભારત સરકાર દ્વારા ૨-ઓકટોબર, ૨૦૧૯ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે સ્વચ્છ ભારતની ભેટ આપવાની નેમ સાથે૨ ઓકટોબર ૨૦૧૪ ના રોજ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવેલ  છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની તા.૨૯ ના રોજ રાજકોટની મુલાકાત અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી  વન-ડે-ટુ વોર્ડ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે.

 (03:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS