Samachar Rajkot

News of Monday, 19th June, 2017

વડાપ્રધાનના રોડ શોમાં દેશનો મોટામાં મોટો પ્રથમ લેસર શો... વિશાળ સ્ક્રીન પરઃ ર૮ મીએ વર્લ્ડ રેકર્ડ ટીમ રાજકોટમાં

૧૨ દિવ્યાંગોને નરેન્દ્રભાઇ પોતે કીટ આપશેઃ રેસકોર્ષ મેદાનમાં બસ અંદર ડોમ સુધી જશેઃ કેટેગરી વાઇઝ બેઠક વ્યવસ્થા : અમૂલ સર્કલે મેકીંગ ઇન્ડીયાની મોટામાં મોટી થીમઃ રોડ શોમાં ડ્રાફટ ફાઇનલઃ ૪ એજન્સીને કોન્ટ્રાકટઃ ૪૦ એલઇડીઃ ૪૦ કેમેરાથી લાઇવ પ્રસારણ : વોટર પ્રેઝન્ટેશનઃ મોર બની થનગાટ કરે સહીતના લોકગીતો-મોરની કલાકૃતિ સાથે સરકારની જુદી જુદી યોજના અને નિર્દેશન : કુલ ર૦ સેલ્ફી ઝોન : દર ૧૦ સેકન્ડે અલગ-અલગ થીમ ફરશે

વડાપ્રધાનના રોડ શોમાં દેશનો મોટામાં મોટો પ્રથમ લેસર શો... વિશાળ સ્ક્રીન પરઃ ર૮ મીએ વર્લ્ડ રેકર્ડ ટીમ રાજકોટમાં

   રાજકોટ, તા., ૧૯: આગામી તા.ર૯ મી જુને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ પધારી રહયા છે. ત્યારે રાજકોટ લકેકટર તંત્ર, મ્યુ. કોર્પોરેશન તંત્ર, વિજ કંપની, પોલીસતંત્ર સહીતના સરકારી વિભાગે વડાપ્રધાનનાં કાર્યક્રમો અને ભવ્ય 'રોડ-શો' ની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. આ દિવસે દિવ્યાંગોને સહાય વિતરણનાં કાર્યક્રમમાં ત્રણ-ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનું તંત્રનું આયોજન છે. આ માટે દરરોજ સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી કલેકટર સહીતનાં અધિકારીઓમાં સતત દોડધામ થઇ રહી છે.

   સતાવાર વિગતો મુજબ રેસકોર્ષમાં ર૧ હજાર દિવ્યાંગોને એકી સાથે સાધન-સહાય વિતરણ કરવામાં વર્લ્ડ રેકોર્ડ ઉપરાંત ૧ર૦૦ થી ૧૬૦૦ દિવ્યાંગો માત્ર સંજ્ઞા (હાથનાં ઇશારા) વડે એકી સાથે દેશનું રાષ્ટ્રગીત રજુ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે. તથા વિશ્વનો મોટામાં મોટો 'રોડ-શો' યોજાશે. આમ વડાપ્રધાન શ્રી મોદીની ઉપસ્થિતિમાં રાજકોટ ત્રણ-ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જે તે માટે કલેકટર ડો.વિક્રાંત પાંડે કટીબધ્ધતા પુર્વક આ યોજનાને આખરી ઓપ આપી રહયા છે.

   રેસકોર્ષમાં યોજાનાર દિવ્યાંગોનાં કાર્યક્રમ સ્થળે જ દિવ્યાંગો પહોંચી જાય તે માટે છેક બેઠક વ્યવસ્થા સુધી બસની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત દિવ્યાંગોને વહેલી સવારે પ વાગ્યે ચા-નાસ્તો તથા બપોરે ભોજનની વ્યવસ્થા કરાઇ છે. દિવ્યાંગોને તેઓની અપંગતાની કેટેગરી મુજબ બેસાડવામાં આવશે. ૧૦૦ ટકા અપંગતા ધરાવનાર દિવ્યાંગોને સૌથી આગળ બેઠક અપાશે. ત્યાર બાદ ઉતરતા ક્રમ કુજબ બેસાડવામાં આવશે.

   દિવ્યાંગો માટેનો આ કાર્યક્રમ આખો દિવસ ચાલશે. જેમાં 'જય છનીયારા' જેવા દિવ્યાંગ કલાકારો સહીતનાં સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી મનોરંજન પુરૂ પાડશે.

   ઉપરોકત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે ૧ર દિવ્યાંગોને સાધન સહાય વિતરણ થશે. ત્યાર બાદ અન્ય લોકોને સહાય વિતરણ કરાશે.

   આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ત્રણ-ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જાવાના હોઇ ર૮ મી જુને વર્લ્ડ રેકોર્ડ નોંધવા માટેનાં અધિકારીઓની ટીમ રાજકોટ આવી જશે.

   આ ઉપરાંત વડાપ્રધાન શ્રી મોદીના સુરતમાં યોજાયેલ 'રોડ-શો' ને પણ ભુલાવી દયે તેવા અફલાતુન ભવ્ય રોડ-શોનું આયોજન કલેકટરશ્રી દ્વારા કરાયું છે.

   જેમાં ર૦ જેટલા સેલ્ફીઝોન 'રોડ-શો'નાં ફુટ ઉપર ઉભા કરાશે. 'સેલ્ફી ઝોન' નાં દર પાંચ સેકન્ડે અલગ-અલગ થીમ ઉભી થાય તેવું આયોજન છે.

   ઉપરાંત ચૌધરી હાઇસ્કુલ પાસે સરકારની યોજનાઓના થીમવાળો ડોમ ઉભો કરાશે. 'અમુલ સર્કલ'સરકારની 'ચેક ઇન ઇન્ડીયા'

   યોજનાની થીમવાળો ડોમ ઉભો કરાશે.

   જયારે ભાવનગર રોડ પટેલવાડી પાસે 'થ્રી ડી શો' દર્શાવતો ડોમ ઉભો કરાશે.

   સમગ્ર 'રોડ-શો'ને વધુ આકર્ષક બનાવવા પાણીનાં ધોધ ઉપર 'લેસર-શો' દર્શાવવાનું ભવ્ય આયોજન છે. જે દેશમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં થશે.

   સમગ્ર 'રોડ-શો'નું લાઇવ પ્રસારણ કરવા રૂટ ઉપર ૪૦ જેટલા કેમેરાઓ એલઇડી લાઇટો વગેરે લગાવાશે.

   સમગ્ર રોડ શોના આયોજનનો કોન્ટ્રાકટ ૪ વિભાગોમાં ૪ એજન્સીઓને અપાયો છે.

   આમ રાજકોટમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ અદભુત રોડ-શોનાં આયોજન માટે ૩૦૦ થી વધુ અધિકારીઓની ટીમ કામેે લાગી ગયાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. (૪.૬)

   નરેન્દ્રભાઇ રાજકોટમાં મીનીટ ટુ મીનીટ : સત્તાવાર કાર્યક્રમ જાહેર

   વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલ, આનંદીબેન પટેલ, મનસુખભાઇ માંડવીયા, પરષોત્તમભાઇ રૂપાલા પણ સંબોધન કરશે

   તા. ર૯-૬-ર૦૧૭

   સાંજે ૪ વાગ્યે-રાજકોટ એરપોર્ટ ઉપર દબદબાભેર સ્વાગત.

   સાંજે ૪-ર૦ કલાકે રેેસકોર્ષ મેદાન ખાતે આગમન

   ૪-ર૦થી ૪-રર સ્ટેજ-ડાયલ ઉપર બેઠક વ્યવસ્થા

   ૪-રર થી ૪-રપ -ગુજરાતના સમાજ કલ્યાણ મંત્રીશ્રી આત્મારામભાઇ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન

   ૪-રપ થી ૪-૩૦ -ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનું પ્રવચન

   ૪-૩૦થી ૪-૩પ- કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા પ્રવચન

   ૪-૩પ થી ૪-૪પ-વડાપ્રધાન પોતે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પાસેથી ત્રણ  એવોર્ડ સ્વીકારશે અને દિવ્યાંગોને સાધન-સામગ્રી આપશે

   ૪-૪પ થી ૪-પર -ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રવચન

   ૪-પર થી પ-ર૦ -નરેન્દ્રભાઇનું પ્રેરક પ્રવચન.

   પ-ર૦ થી- આજી ડેમ જવા રવાના

   પ-૪૦- આજીડેમ ખાતે આગમન

   * આજીડેમ ખાતે એકસપ્રેસ ફીડર લાઇનનું લોકાર્પણ.

   * ન્યારી ડેમની ઉંચાઇ વધારાઇ તેનું લોકાર્પણ

   * નર્મદા નીર અવતરણ.

   આજી ડેમ નરેન્દ્રભાઇ આવે તે પહેલા

   ૪-૩૦થી પ-ર૦ -સાંસ્કૃતિક કાર્યક્રમ

   પ-ર૦ થી પ-રપ -સ્વાગત પ્રવચન

   પ-૩૦ થી ૬ સુધી જી. કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા-શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા, તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ સંબોધન કરશે.

   વડાપ્રધાન આજીડેમ આવી પહોંચ્યા બાદ

   પ-૪૦ -વાગ્યે વડાપ્રધાનનું આગમન.

   પ-૪૦ થી પ-પ૦ નર્મદા નીર અવતરણ.

   ૬-૦૦ વાગ્યે આજી ડેમ સાઇટ ખાતે આગમન.

   ૬ વાગ્યાથી ૬-રપ સુધી કેન્દ્રિય રેલ્વે રાજયમંત્રી -ગુજરાતના મુખ્યમંત્રી તથા ડે. મુખ્યમંત્રીનું સંબોધન

   ૬-રપ થી ૬-૩૦- સૌની પ્રોજેકટ અંગેની કાર્યવાહી.

   ૬-૩૦થી ૭-૧૦ વડાપ્રધાનનું સંબોધન અને ત્યારબાદ ૭-૧પ થી ભવ્ય રોડ-શો.

 (03:51 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS