Samachar Rajkot

News of Monday, 19th June, 2017

રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમ-રોડ શોમાં કુલ ૪૦ કારનો કાફલોઃ ઝેડ + SPG કેટેગરી હોય ર૦ એક.મેજી.પણ ફાળવાયા

      રાજકોટ તા. ૧૯ : વડાપ્રધાનના રાજકોટ આગમ ને માત્રે ૧૦ દિ' બાકી છે, અને અનેક પ્રકારની તૈયારીઓની વિગતો બહાર આવી છે. કલેકટર કચેરીના વર્તુળોના ઉમેર્યા પ્રમાણે, વડાપ્રધાનના કાર્યક્રમમાં અને રોડ શોમાં કુલ ૪૦ કારનો કાફલો રહેશે, બે એમ્બ્યુલન્સ પણ જોડાશે, ૧૧ કાર કલેકટર તંત્ર ફાળવશે, ૪ પોલીસ તંત્ર, અને ૪ ગાંધીનગરની પોલીસ સ્પે. ફાળવશે.

      શ્રી નરેન્દ્રભાઇ ઝેડ + એસપીજી કેટેગરીમાં આવતા હોય-કાર્યક્રમ - રોડશો આજીડેમ કાર્યક્રમ સંર્દભે રાજકોટ કલેકટર ર૦ જેટલા એકઝીકયુટીવ મેજી.ના ઓર્ડરો કરી ફાળવી દીધા છે.

      સમગ્ર ૮ થી ૧૦ કિ.મી.ના રૂટ ઉપર ૪ દિ' પહેલા જુદા જુદા સર્કલ ઉપર  રોશનીનો ઝગમગાટ -લાઇટ લેસર શો દરેક મહાનુભાવોની પ્રતીમાને ફુલહાર અને રોશનીનો ઝગમઝાટ કરાશે, સમગ્ર રૂટ-રેસકોર્સ આજીડેમ વિસ્તાર સ્વચ્છ અને ઝગમગાટ ભર્યો બનાવાઇ રહયો છે.

      દરમિયાન દિવ્યાંગોને આપવાની થતી સાધન સામગ્રી સાથે ૮ ટ્રકો આવી પહોંચી છે. એલ્યુમકો કંપનીના અધીકારી અજય ચૌધરી અને તેમનો ૪૦ થી વધુનો સ્ટાફ આવી પહોંચ્યો છે, રેસકોર્સ ખાતે સાધનોના ખડકલા થયા છે.

      વડાપ્રધાન કાર્યક્રમ અંગે આજીડેમ ક્ષેત્ર માટે રૂરલ  વિસ્તારના મહેસુલ સ્ટાફને પણ જવાબદારી સોંપાઇ છે, સીટીમાં મંડપ-બેરીકય માટે કોર્પોરેશન વ્યવસ્થા કરી રહ્યું છે, સીટીનો મંડપ કોન્ટ્રાકટ ઇન્દોરની પાર્ટીને અપાયો છે.

      દરમિયાન સવારે ૮ થી૮ વાગ્યાથી દિવ્યાંગો આવવાના હોય, અને આખો દિવસ સાંજ સુધી રોકાયાના હોય, આ લોકોને યુરિનલ-શૌચાલય સંર્દભે કલેકટર તંત્ર દ્વારા ર૦૦ જેટલા મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા કરવા ભારે દોડધામ થઇ રહી છે, રાજકોટનો ઠીક અન્ય ગામોમાંથી મોબાઇલ ટોયલેટ માટે નજર દોડાવાઇ છે.

      કલેકટરે વડાપ્રધાનના તમામ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના તમામ અધીકારીઓ-કર્મચારીઓને જવાબદારી સોંપી દિધી છે, કુલ ર૪૦ થી વધુ સમિતિ વિવિધ કાર્યક્રમો એસટીબસ-દિવ્યાગોને લાવવા-લઇ જવા નાસ્તો-પાણી-બેકઠ વ્યવસ્થા-ભોજન સહિતની બાબતો અંગે કાર્યવાહી થઇ રહ્યાનું ઓર્ડરો અપાયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

 (03:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS