Samachar Rajkot

News of Monday, 19th June, 2017

એઈમ્સમાં વટભેર પ્રવેશ મેળવતા ટીમ પ્રીમિયરના ૫ છાત્રો

સૌરાષ્ટ્રમાં એઈમ્સ આવે ત્યારે ખરી પરંતુ... રાજકોટના છાત્રોની એઈમ્સમાં દસ્તક... : દ્વિજ વ્યાસ ૬૬, યશરાજ ધ્રુવ ૮૫, નિર્સંગ ધામેચા ૬૫૫, હાર્દિક ઉધાની ૮૧૪, તરંગ ડઢાણીયા ૧૩૦૩ ક્રમે જવલંત સફળતા : આયોજનબદ્ધ તૈયારી - સખત પરિશ્રમ અને ટીમ પ્રીમીયરના શિક્ષકો નેહા દેસાઈ, મનન જોષી, નીરવ બદાણી અને મુકેશ તિવારીનું માર્ગદર્શન બન્યુ સફળતાની સીડી

એઈમ્સમાં વટભેર પ્રવેશ મેળવતા ટીમ પ્રીમિયરના ૫ છાત્રો

   રાજકોટ, તા. ૧૯ : એજ્યુકેશન હબ તરીકે ઉભરતુ રાજકોટમાં આ વર્ષે પાંચ તેજસ્વી તારલાઓએ દેશની સર્વશ્રેષ્ઠ મેડીકલ કોલેજ એઈમ્સમાં ઉચ્ચ ગુણાંકન મેળવી વટભેર પ્રવેશ કરી શાળા પરિવાર અને રાજકોટનું નામ રોશન કર્યુ છે.

   છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટમાં એઈમ્સ આવવાની ઘડીઓ ગણાઈ છે ત્યારે રાજકોટના ટીમ પ્રીમિયરના તેજસ્વી વિદ્યાર્થી દ્વીજ વ્યાસ ઓલ ઈન્ડિયા રેન્ક ૬૬, યશરાજ ધ્રુવ ૮૫, નિર્સગ ધામેચા ૬૫૫, હાર્દિક ઉદાણી ૮૧૪, તરંગ દઢાણીયા ૧૩૦૩ રેન્ક મેળવી એઈમ્સમાં પ્રવેશ મેળવવા માટેનો માર્ગ સિદ્ધ કર્યો છે. ટીમ પ્રીમિયરના સંચાલક અને સેંકડો વિદ્યાર્થીઓની કારકિર્દીને નવો ઓપ આપનાર નેહા દેસાઈ, મનન જોષી, નિરવ બદાણી, મુકેશ તિવારીનું માર્ગદર્શન અમારા માટે સફળતાની સીડી બની હોવાનું સફળ થયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું.

   સૌરાષ્ટ્ર માટે એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સીઝ) નામ અજાણ્યુ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી એઈમ્સ હોસ્પિટલ મેળવવા માટે પ્રચંડ લોક લાગણી પણ થઈ છે અને વિવાદો પણ સર્જાણા છે એઈમ્સ દેશની તો વિખ્યાત મેડીકલ ઈન્સ્ટીટ્યુટ છે પણ વિશ્વની અગ્રીમ હરોળની ઈન્સ્ટીટ્યુટમાં નામના પ્રાપ્ત છે.

   મેડીકલમાં અભ્યાસ માટે એઈમ્સમાં એડમિશન મેળવવુ એ કોઈપણ વિદ્યાર્થી માટે સપનુ હોય છે. અત્યંત જટીલ અને ઉત્કૃષ્ટ આ એન્ટરન્સ ટેસ્ટમાં ઉતીર્ણ થવુ વિદ્યાર્થી અને શિક્ષકો માટે એક મોટી કસોટી હોય છે.

   છેલ્લા બે દાયકાથી સાયન્સ સ્ટ્રીમના ચાર શિક્ષકોની બનેલી ટીમ પ્રિમીયર એક એવુ બીડુ ઝડપ્યુ કે આવી ઉત્કૃષ્ટ પરીક્ષાઓમાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું હીર બતાડી શકે? શું વિદ્યાર્થીઓએ ફરજીયાત બહારગાઈ જઈ તોતીંગ ફી વસૂલતા મોટા નામાધારી કોચીંગ કલાસનો જ સહારો લેવો પડે? આ પ્રકારની શિસ્તબદ્ધ તાલીમ શું નાના શહેરોમાં શકય જ નથી? બસ આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને દેશની નામાંકિત સંસ્થાઓમાં એડમિશન મળે તે હેતુથી કમર કસી અને આજે તેના પરિણામ સ્વરૂપ ફકત ૧૪૦ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી પાંચ પાંચ વિદ્યાર્થીઓએ એઈમ્સમાં એડમિશન માટે દાવેદારી નોંધાવી દીધી છે.

   આ પાંચ વિદ્યાર્થીઓ પૈકી ૧ વિદ્યાર્થીઓ તો દેશના ટોપ ૧૦૦માં પોતાનું સ્થાન મેળવ્યું છે. દ્વિજ વ્યાસ અને યશરાજ ધ્રુવ અનુક્રમે ૬૬ અને ૮૫માં નંબરે આ પરીક્ષા ઉતીર્ણ કરી તેમના શિક્ષકો, સંસ્થા, પરિવાર, સમાજ અને સમગ્ર સૌરાષ્ટ્રનું નામ ઉજાળ્યુ છે.

   દ્વીજ વ્યાસના પિતા ડો. બકુલ વ્યાસ રાજકોટના જાણીતા આંખના સર્જન છે. જયારે યશરાજના પરીવારની આ પાંચમી પેઢી ડોકટર બનવા જઈ રહી છે. યશરાજના પિતા ડો. અનિમેશભાઈ પણ રાજકોટના જાણીતા આંખના સર્જન છે અને માતા ગૌરવીબેન રાજકોટ મેડીકલ કોલેજના પેથોલોજી વિભાગના વડા છે. અન્ય વિદ્યાર્થીઓ નિસર્ગ ધામેચા, હાર્દિક ઉધાણી, તરંગ ડઢાણીયાએ પણ એઈમ્સ માટે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે.

   ''અકિલા'' મુલાકાતે આવેલા આ વિદ્યાર્થીઓ અને તેમના મેન્ટર શિક્ષકો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતું કે દૃઢ નિશ્ચય, આત્મવિશ્વાસ અને શિસ્તબદ્ધ કાર્ય પ્રણાલીએ અમોને આ સફળતા અપાવી છે. સૌરાષ્ટ્રમાં પણ આવી ઉચ્ચ તાલીમ માટે આવા ઉત્કૃષ્ટ શિક્ષકો અને તેમના પર સંપૂર્ણ ભરોસો કેળવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આજે ચોમેરથી પ્રશંસા મળી રહી છે. આવનારી નીટ પરીક્ષાઓના પરિણામ પણ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ જ હશે તેવો ટીમ પ્રીમીયરના આ ચારેય શિક્ષકો નેહા મેડમ, મનન સર, મુકેશ સર, અને નિરવ સરનો આત્મવિશ્વાસ છલકાય છે.

   વધુ વિગતો માટે પ્રિમીયર ઈન્સ્ટીટ્યુટ, યુનિ. રોડ, કેરાલા પાર્ક પાસે, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.

   તસ્વીરમાં ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ઈન્સ્ટીટ્યુટના સંચાલકો સર્વેશ્રી નેહા દેસાઈ - ૯૪૨૭૨ ૬૮૭૫૭, મનન જોષી - ૯૮૨૪૦ ૪૭૫૬૩, નીરવ બદાણી - ૯૮૨૪૦ ૪૫૬૭૧, મુકેશ તિવારી - ૯૪૨૬૯ ૦૦૧૩૫ તેમજ ઝળહળતુ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ દ્વિજ વ્યાસ - ૯૪૨૮૬ ૦૪૮૪૮, યશરાજ ધ્રુવ - ૯૭૧૨૩ ૮૬૦૪૧, નિસર્ગ ધામેચા - ૯૪૨૯૩ ૧૫૩૫૦, હાર્દિક ઉદાણી - ૮૧૪૦૦ ૮૧૬૫૫, તરંગ ડઢાણીયા - ૭૪૦૫૨ ૬૦૯૫૭ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

 (03:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS