Samachar Rajkot

News of Monday, 19th June, 2017

બહેન પુનમ વાળાની હત્યાનું કાવત્રુ બીરેન અને રાજવીરે ૧ર દિ' પહેલા ઘડયું'તું: આગલી રાત્રે રાજકોટની હોટલમાં રોકાયા'તા

હત્યા સમયે આરોપીઓએ પહેરેલા કપડા કબ્જે કરવા પોલીસ ગોંડલ તરફઃ પાંચમો આરોપી રઘુ ગીડા પણ સાંજ સુધીમાં પોલીસના સકંજામાં આવી જશેઃ ફેસબુક ઉપર ચેટીંગ અને વિદેશ પ્રવાસે જવાની જીદ પુનમ માટે મોતનું કારણ બની

બહેન પુનમ વાળાની હત્યાનું કાવત્રુ બીરેન અને રાજવીરે ૧ર દિ' પહેલા ઘડયું'તું: આગલી રાત્રે રાજકોટની હોટલમાં રોકાયા'તા

   રાજકોટ, તા., ૧૯: ફાયનાન્સર બીશુભાઇ બહાદુરભાઇ વાળાની પુત્રી પુનમબેન વાળાને તેના બે સગા ભાઇઓએ સાગ્રીત મળી મળી પુર્વયોજીત કાવત્રાના ભાગરૂપે મોતને ઘાટ ઉતાર્યાની ઘટનામાં પાંચમો આરોપી રઘુ ગીડા સાંજ સુધીમાં પોલીસની ગીરફમાં આવી જાય તેવા સંકેતો મળ્યા છે. દરમિયાન આ હત્યાને અંજામ આપવાનું બીરેન અને રાજવીરે ઘટના પહેલા ૧ર દિવસ પહેલા નક્કી કરી નાખ્યું હતું. આગલા દિવસે રાત્રે રાજકોટની બહાર કાલાવડ રોડ પર હોટેલ અવેજીકામાં રોકાયાનું તપાસનીસ અધિકારી આર.સી.કાનમીયાએ જણાવેલ. 

    રીમાન્ડ પર રહેલા બીરેન બીશુભાઇ વાળા  અને રાજવીર બીશુભાઇ વાળા ઉપરાંત ગૌતમ ઉર્ફે લોલો વજુભાઇ વાળા અને રમેશગીરી ઉર્ફે મામુ ઉર્ફે મહારાજ દેવગીરી ગોસ્વામીએ હત્યા સમયે પહેરેલા કપડા ગોંડલ નજીકની એક વાડીમાં છુપાવ્યા હોવાનું બહાર આવતા પોલીસ આરોપીઓને સાથે રાખી આ કપડા કબ્જે કરવા દોડી ગઇ છે. કપડા ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી હત્યા સંબંધી પુરાવાઓ મેળવાશે. ગોંડલ નજીકના પડવલા ગામની વાડીમાંથી આરોપીઓના કપડા કબ્જે લેવામાં આવ્યા છે.

   ગઇકાલે જસદણના એગ્રો ટ્રેડર્સમાંથી કપાસમાં  છાંટવાની જલદ ઝેરી દવા ખરીદવામાં આવી હતી. તે વેપારીનું નિવેદન નોંધાયું હતું. બળજબરથી ઝેર પીવડાવતી વખતે દવા આરોપીઓના કપડામાં ઉડી હતી કે કેમ? તે એફએસએલના પરીક્ષણ બાદ બહાર આવશે.

   પીએસઆઇ કાનમીયાએ જણાવેલ કે, પુનમબેન માટે  વિદેશ ફરવા જવાની જીદ અને ફેસબુક પરનું ચેટીંગ મૃત્યુનું કારણ બન્યું હતું. પરિવારજનોએ તેમને ઘણં સમજાવ્યા હતા પરંતુ સરગમ કલબ તરફથી જતી વિદેશ યાત્રામાં પુનમ અને તેમની માતાની ટીકીટ બુક કરાવવામાં આવી હતી. જેને લઇ બંન્ને ભાઇઓ વધુ ઉશ્કેરાયા હતા. સાથોસાથ ફેસબુક પરના ચેટીંગના કારણે પણ ઉશ્કેરાટ વધ્યો હતો.

 (03:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS