Samachar Rajkot

News of Monday, 19th June, 2017

જીએસટીના વિરોધમાં ફર્નિચરના વેપારીઓ દ્વારા બંધ

   રાજકોટ, તા., ૧૯: જીએસટીના નવા નિયમો અને ટેક્ષ સામે ભારે વિરોધ વંટોળ ઉઠયો છે ત્યારે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ફર્નિચરના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખીને કેન્દ્ર સરકાર સામે વિરોધ વ્યકત કર્યો હતો.

   અમરેલીઃ જીએટીનો વિરોધ વંટોળ ચૌતરફી શરૂ થયો છે ત્યારે આજે ગુજરાતમાં ફર્નિચરવાળા વેપારીઓ દ્વારા બંધના એલાનને આજે અમરેલી જિલ્લાના ફર્નિચરના વેપારીઓ દ્વારા ટેકો આપી આજે બંધ પાળશે.

   અમરેલી જિલ્લામાં જોઇએ તો ફર્નિચરના વેપારીઓ પ્રમાણમાં ઓછા છે. પરીણામે ફર્નિચરના વેપારીઓ પ્રમાણમાં ઓછા છે. પરીણામે ફર્નિચરના વેપારીનું કોઇ સતાવાર વેપારી મંડળ નથી પરંતુ જયારે સમગ્ર ગુજરાતમાં ફર્નિચરના વેપારીઓ બંધ પાળી રહયા છે. ત્યારે આ જીએસટીના વિરોધમાં અમરેલીનાં ફર્નિચરના વેપારીઓ બંધ પાળી જીએસટીના કાયદાનો વિરોધ કરશે.

 (03:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS