Samachar Rajkot

News of Monday, 19th June, 2017

ક્ષત્રિય યુવાનો પર હુમલા-તોડફોડમાં આરોપીઓ ન પકડાતાં શ્રી રાજપૂત કારિણી સેનાની ફરી રજૂઆતઃ રામધુન બોલાવી

ક્ષત્રિય યુવાનો પર હુમલા-તોડફોડમાં આરોપીઓ ન પકડાતાં શ્રી રાજપૂત કારિણી સેનાની ફરી રજૂઆતઃ રામધુન બોલાવી

   રાજકોટઃ કાલાવડ રોડ પર એમ. જી. હોસ્ટેલ પાસે નાસ્તો કરવા ગયેલા બે ક્ષત્રિ યુવાન અને તેના મિત્ર પટેલ યુવાન પર બાજુમાં જ નાસ્તો કરવા બેઠેલા શખ્સે ડીશ ફેંકી કપડા ખરાબ કરતાં એ શખ્સે માથાકુટ કર્યા બાદ એમ.જી. હોસ્ટેલમાંથી બીજા શખ્સોને બોલાવી મારામારી કરી કારમાં ભારે તોડફોડ કરી હતી. આ મામલે તાલુકા પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે એફઆઇઆર નોંધાવાઇ હતી. આ ગુનામાં આરોપીઓને પકડવાની કાર્યવાહી ન થતાં શ્રી રાજપૂત કારિણી સેનાએ પોલીસ કમિશ્નરશ્રીને રજૂઆત કરી હતી અને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ સમય વિતવા છતાં અને આજે ઘટનાને અઠવાડીયું વીતી ગયું હોવા છતાં આરોપીઓ હાથમાં ન આવતાં આજે ફરીથી શ્રી રાજપૂત કારિણી સેનાના સોૈરાષ્ટ્ર પ્રભારી રાજેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે ક્ષત્રિય આગેવાનો-યુવાનોએ પહોંચી રજૂઆત કરી હતી અને રામધુન બોલાવી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

 (03:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS