Samachar Rajkot

News of Monday, 19th June, 2017

ઓસ્ટિયોપથી.. દવા વગર સારવારઃ જુએન ગિલ્લોન

આર્જેન્ટિનાના ઓસ્ટિયોપેથ જુએન શ્રી શ્રી યુનિ.માં સેવા આપે છેઃ શ્રી શ્રી યુનિ.માં ઓસ્ટિયોપથીનો કોર્ષ શરૂ

ઓસ્ટિયોપથી.. દવા વગર સારવારઃ જુએન ગિલ્લોન

   જુએન ગિલ્લોન સાથે ડો.ગાયત્રી અગ્રવાલ, ડો.ખ્યાતિ દાસાણી, ડો.વલ્લભભાઇ દુધાત્રા, ડો.શ્રુતિ સાલવી, ડો.આશકા જાની નજરે પડે છે. (તસ્વીર.સંદિપ બગથરીયા)

   રાજકોટ તા.૧૯: ઓર્જેન્ટિનાના એસ્ટિઓપેથ જુએન ગિલ્લોન આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓ શ્રી શ્રી યુનિવર્સિટીમાં આ આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે.

   તેઓએ ઓસ્ટિયોપથી અંગે જણાવ્યું હતું કે, ઓસ્ટીઓપેથી એટલે અસ્થિ-ચિકિત્સા પદ્ધતિ જેમાં સ્નાયુઓ, આંતરડા  અને સાંધાઓનું શારિરીક પરીક્ષણ કરવામાં આવે છે. ઓસ્ટિઓપથ દર્દીના આ બધા સિસ્ટમનું હાથે થી પરીક્ષણ કરે છે જે થી તે નિદાન કરી શકે. ઓસ્ટિઓપાથ એનાટોમી, ફિઝિયોલોજી, ન્યુરોલોજી અને પેથેલોજીના જ્ઞાનને ક્રિયાત્મક રીતે ઉપયોગ કરી ને નિદાન કરે છે. સ્નાયુઓ, રકતવાહિનીઓ, નસ અને ફેસિયા સિસ્ટમની ગતિશીલતાને સંકલિત કરી અને વધારીને દર્દીઓનો શારિરીક સ્વ-ઇલાજની શકિત વધારી શકાય છે.

   ઓસ્ટીઓપેથ પેલા તો દર્દીના દર્દનું કારણ જાણી એને સ્નાયુ શકિત પદ્ધતિ, લીપં: ડ્રેનેજ સિસ્ટમ, હાથે થી દબાવી ને, માયોફેસિઅલ પદ્ધતિ થી તેનો સારવાર કરે છે. ઓસ્ટીઓપેથ શરીરની પોતાની રૂઝની ક્ષમતાને ઉજાગર કરી ને વધારે છે. તે શરીરમાં થતાં સાંધા, નસ અથવા સ્નાયુઓ ના અવરોધો ને દૂર કરીને ફરી થી એની નિયમનકારી સિસ્ટમ સક્રિય કરે છે.

   સ્નાયુઓ ના સંગઠનમાં થતી ખામીઓ ને દૂર કરીને ઓસ્ટીઓપેથ ઘણા રોગ અને શારિરીક તકલીફોનું નિદાન, સારવાર અને નિવારણ કરી શકે છે.

   ઓસ્ટીઓપેથ માટેના કેન્ડીડેટ માટે MBBS/BAMS/BPTh/BDSઆમાં થી ગમે એકમાં બેઝિક ગ્રેજ્યુએશન જરૂરી છે.

   જુએન ગિલ્લોન, ઓસ્ટીઓપેથ, આર્જેન્ટિના, ક્રેનીઅલ એન્ડ માયોફેસિઅલ ઓસ્ટીઓપેથી સ્પેશિયાલિસ્ટ, શ્રી શ્રી યુનિવર્સીટીમાં એસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે

   શ્રી શ્રી યુનિવર્સીટી પહેલી યુનિવર્સીટી છે જેને ભારતમાં આંતરાષ્ટ્રીય ધોરણ પર માસ્ટર ઇન સાઇન્સ ઓસ્ટીઓપેથીનો કોર્સ શરૂ કર્યો છે. સાથે રહેલા ડો.ગાયત્રી અસાવલ, મુંબઇ થી ફિઝિયોથેરાપિસ્ટ, શ્રી શ્રી યુનિવર્સિટી ના ..ના પહેલા બેચના વિદ્યાર્થીની છે આ કોર્ષ અંગે વધારે માહિતી માટે મો.૦૯૯૬૭૭ ૫૭૪૪૦/ ૦૯૮૭૪૫ ૩૭૪૨૧ નંબર પર સંપર્ક થઇ શકે છે.

 (03:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS