Samachar Rajkot

News of Monday, 19th June, 2017

વિશ્વ યોગ દિવસની ઉજવણી અને વડાપ્રધાનના આગમનને વધાવવા ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ

વિશ્વ યોગ દિવસની ઉજવણી અને  વડાપ્રધાનના આગમનને વધાવવા ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ

   રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ પુર્વ મેયર ઉદય કાનગડની આગેવાનીમાં આગામી પેજ પ્રમુખ સંમેલન, વિશ્વ યોગ દિવસ ઉજવણી તેમજ નરેન્દ્રભાઇ મોદીના આગમનના વધામણાની પુવે તૈયારીના ભાગરૂપે શહેરના વોર્ડ નં. ૬ ની ભાજપની બેઠક મળી હતી. આ બેઠકમાં વોર્ડના પ્રભારી પરેશ પીપળીયા, વોર્ડ પ્રમુખ ઘનશ્યામ કુંગશીયા, વોર્ડ મહામંત્રી જગાભાઇ રબારી, દુષ્યંત સંપટ, વોર્ડના કોર્પોરેટર દલસુખ જાગાણી, મુકેશ રાદડીયા, સજુબેન રબારી, દેવુબેન જાદવ, શાસક પક્ષના નેતા અરવિંદ રૈયાણી, ભાજપ અગ્રણી ગેલાભાઇ રબારી, મનસુખ જાદવ, શિક્ષણ સમિતિના સભ્ય સંજય હીરાણી, ભાવેશ દેથરીયા, શહેર ભાજપ મહીલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, શહેર  ભાજપ યુવા મોરચાના મહામંત્રી પરેશ પીપળીયા, ભાજપ અગ્રણી નટુભાઇ મકવાણા, યાકુબખાન પઠાણની વિશેષ ઉપસ્થિતી રહી હતી. આ બેઠકમાં બાબુભાઇ જીનીવા, રતનશીભાઇ માલી તેમજ પ્રજાપતિ સમાજના આગેવાનો, માળી સમાજ, કચ્છી ભાનુશાળી સમાજ, મરાઠા સમાજના આગેવાનો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતાં. એજ રીતે ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં શહેરના વોર્ડ નં. ૧૧ ની ભાજપની બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભા-૭૧ ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચા, વોર્ડના પ્રભારી અશ્વિન પાંભર, વોર્ડ પ્રમુખ પ્રવિણ પાઘડાર, વોર્ડ મહામંત્રી સંજય દવે, આયદાન બોરીચા, વોર્ડના પુર્વ મહામંત્રી પ્રવિણ ઠુંમર, શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અમિત બોરીચા, વોર્ડ યુવા ભાજપ  પ્રમુખ મૌલીક કપુરીયા, વોર્ડ યુવા ભાજપ મહામંત્રી જયેશ બોરીચાની વિશેષ ઉપસ્થિતી રહી હતી.  આ બઠકમાં પટેલનગરના પ્રમુખ મોહન પાંભર, સોરઠીયા પ્રજાપતી સમાજના પ્રમુખ કાંતિભાઇ વાળા, ન્યુ ગાંધીનગર સોસાયટીના પ્રમુખ અશોક પટેલ તેમજ વિવિધ સોસાયટીના પ્રમુખો, વેપારી આગેવાનો ધુન, મંડળના બહેનો તેમજ ભાજપના આગેવાનો ખુબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.  દરમિયાન આગામી ર૯ જુનના રોજ દેશના  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાજકોટ આગમનને વધારવા માટેની વ્યવસ્થાની પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, જુનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપા પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, શહેરના મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર ઉદય કાનગડ, ભાજપ અગ્રણી મુકેશ  દોશીની ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત ૧૦૦ થી પણ વધુ એન.જી.ઓ. સંસ્થાના પ્રતિનિધિઓની એક વિશાળ બેઠક મળી હતી જેમાં ૭પ૦ થી પણ વધારે પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ બેઠકમાં આગામી કાર્યક્રમની માહિતી અને રૂપરેખા આપતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે આગામી તા. ર૯ જુનેે બપોરે ૪ વાગ્યાની આસપાસ પ્રધાન સેવક રાજકોટ પહોંચશે. ત્યારે એરપોર્ટથી જ તેમનું ભવ્ય સ્વાગત કરાશે. નરેન્દ્રભાઇના હાલના નિશ્ચિત કાર્યક્રમ મુજબ તેઓ એરપોર્ટથી રેસકોર્ષ મેદાન ખાતે દિવ્યાંગ સહાય કેમ્પમાં ર૧,૦૦૦ થી વધુ દિવ્યાંગોને વિવિધ સહાય સાધનો આપશે. બાદમાં તેઓ આજી-૧ ખાતે નર્મદા અવતરણને વધાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે અને આજી ડેમથી એરપોર્ટ સુધીનો ૮ કી.મી. લાંબો ભવ્ય રોડ-શો કરાશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ રોડ શો આજી-૧ થી ચાલુ થયા બાદ ચુનારાવાડ, પારેવડી ચોક, ડીલકસ ચોક, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કુલ, બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતીમાને પુષ્પહાર કરીને એરપોર્ટ પૂર્ણ થશે. સમગ્ર રોડ શો દરમયન વિવિધ પોઇન્ટસ પર અને.જી. ઓ. સંસ્થાઓ તેમને સોપાયેલ જવાબદારીનું ઉત્સાહભેર વહન કરશે અને જી.ઓ. સંસ્થાઓ રોડ શોના વિવિધ પોઇન્ટસ પર ફલોટસ સાથે તેમજ આકર્ષક ડેકોરેશન સાથે નરેન્દ્રભાઇના આગમનને વધાવા માટે થનગનાટ અનુભવી રહી છે.  આ બેઠકનું સંચાલન ભાજપ અગ્રણી મુકેશ દોશી એ અને અંતમાં આભારવિધિ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી અને ફીક્કીના ડાયરેકટર વી.પી. વૈષ્ણવે કરી હતી. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી તેમજ ભાજપ અગ્રણી મુકેશ દોશીએ સંભાળી હતી.

 (03:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS