Samachar Rajkot

News of Monday, 19th June, 2017

ભારત નગર ઝુપડપટ્ટીના ૬ ઝુપડાવાસીઓને પી.પી.પી. યોજનામાં ફલેટ ફાળવવા રજૂઆત

બિલ્ડરે મકાન ખાલીકરાવી તોડી પાડ્યા બાદ હવે યોજનામાંથી બાકાત કરી નાંખ્યા

   રાજકોટ, તા. ૧૯ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા નાના મૌવા અંબિકા ટાઉનશીપ પાસે ભારતનગર (ર) ઝુપડપટ્ટીને દુર કરી તે સ્થળે પી.પી.પી. યોજના હેઠળ ઝુપડાવાસીઓને ફલેટ આપવાની યોજના અમલી બનાવાઇ છે. જેમાં ૬ જેટલા ઝૂપડાવાસીઓને બાકાત રાખી દેવાતાં તેઓને ફલેટ ફાળવવા માટે મ્યુ. કમિશ્નરને રજૂઆત કરાઇ છે.

   આ અંગે લાભાર્થીઓેએ કમિશ્નરશ્રીને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે ભારતનગર પાર્ટ-૨ના રહેવાસીઓ પાસે પી.પી.પી. ગાઇડલાઇન મુજબના પુરતા આધાર પુરાવાઓ હોવા છતાં પણ તેઓના નામ લાભાર્થીમાંથી કમી કરવામાં આવેલ છે. જયારે બીલ્ડરે સર્વે કરેલ ત્યારે તેઓને મકાનો ત્યા હતા. ત્યારબાદ બીલ્ડરે મકાનોપાડી નાખેલ અને ભરોસો આપેલ કે તેઓને લાભાર્થી તરીકે સામેલ કરવામાં આવશે. પરંતુ આજ દિન સુધી અવારનવાર અરજી કરવા છતાં બીલ્ડર કે મહાપાલિકાએ કે આવાસ ટેકનીકલ શાખામાંથી નજરઅંદાજ કરી લાભાર્થીમાંથી બાકાત કરી નાખવામાં આવેલ છે. આવા અને લાભાર્થીને બાકાત કરી નખાયા છે

   આમ અનેક લોકોએ સ્વેચ્છાએ આ યોજનામાં જોડાવા મકાન ખાલી કરી આપેલ છતા વિશ્વાસઘાત થયો છે ત્યારે પુરાવાની ખરાઇ કરીને લાભાર્થી તરીકે સામેલ કરવા બીલ્ડરને હુકમ કરવા રજુઆત કરાઇ છે.

   આ રજુઆત સુધારભાઇ વાલનભાઇ વ્યાસ, દક્ષાબેન જીતેન્દ્રભાઇ સુરેલા, અશ્વિનભાઇ બારીયા, શૈલેષભાઇ ડાભી, કુલદીપભાઇ કોરિયા, દક્ષાબેન ગોડેશ્વર વગેરે લાભાર્થીઓ દ્વારા કરાઇ છે.(૧.૮)

 (02:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS