Samachar Rajkot

News of Monday, 19th June, 2017

રાજકોટ જિલ્લા પંચાયત કર્મચારી શરાફી સહકારી મંડળીમાં ૧૫ ટકા ડીવીડન્ડઃ પ્રમુખ પદે ફરી એચ.એલ. જાડેજા

વિતેલા વર્ષમાં ૪ લાખનો નફો, ૨.૭૫ કરોડનું ધિરાણઃ સામાન્ય સભામાં સરવૈયુ રજ

રાજકોટ જિલ્લા પંચાયત કર્મચારી શરાફી સહકારી મંડળીમાં  ૧૫ ટકા ડીવીડન્ડઃ પ્રમુખ પદે ફરી એચ.એલ. જાડેજા

      રાજકોટ, તા. ૧૯ :. શ્રી રાજકોટ જિલ્લા પંચાયત કર્મચારી શરાફી સહકારી મંડળી લિ.ની વાર્ષિક સાધારણ સભા ૧૦ જૂને મળેલ. જેમાં વિતેલા વર્ષનું સરવૈયુ રજુ કરી વિકાસ ગાથા વર્ણવવામાં આવી હતી. સામાન્ય સભામાં સતત નવમાં વર્ષે પ્રમુખ તરીકે શ્રી એચ.એલ. જાડેજા (પંચાયત પ્રમુખના પી.એ.)ની બીનહરીફ વરણી કરવામાં આવી હતી.

      મંડળીએ ગત વર્ષે રૂ. ૨.૭૫ લાખ (પોણા ત્રણ કરોડ)નું ધિરાણ કરેલ અને અંદાજીત ૪ લાખનો નફો કરેલ છે. દરેક સભાસદને ૧૫ ટકા ડીવીડન્ડ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય સભામાં ફરજીયાત બચતની રકમ વધારવા ઉપરાંત સભાસદની લોન મર્યાદા પણછ વધારવામાં આવી. ફરજ દરમ્યાન કોઈ સભાસદ અવસાન પામે તો રૂ. બે લાખની મૃત્યુ સહાયની પણ જોગવાઈ કરવામાં આવેલ છે.

      સભામાં નિવૃત થતા કારોબારી સભ્યોને વિદાયમાન આપી તેમના સહકાર બદલ આભાર માની નવા કારોબારી સભ્યોને આવકારવામાં આવ્યા હતા. સભામાં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સભાસદ એ તમામ નિર્ણય સર્વાનુમતે મંજુર કરી ઉમળકાભેર આવકારેલ હતા. સામાન્ય સભા બાદ અંદાજીત ૧૦ લાખ રૂપિયાનું ડીવીડન્ડનું ચુકવણુ કરવામાં આવ્યું.

      સામાન્ય સભામાં કારોબારી સભ્યો રાજુભાઈ વ્યાસ, કિશોરભાઈ ભટ્ટી, ઉર્મિબેન કાસાણી, રાખશીયાભાઈ, પી.એન. ઝાલા, જે.એચ. ગોહિલ, સરતેજાભાઈ, એ.બી. રાતશીયા વગેરે અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 (11:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS