Samachar Rajkot

News of Monday, 19th June, 2017

નર્મદાના નીર રાજકોટની ભાગોળે ત્રંબા સુધી આવી પહોંચ્યાઃ ચેકડેમો છલકાવા લાગ્યાઃ આજી ડેમે વધામણાનું કાઉન્ટડાઉનઃ પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ

નર્મદાના નીર રાજકોટની ભાગોળે ત્રંબા સુધી આવી પહોંચ્યાઃ ચેકડેમો છલકાવા  લાગ્યાઃ આજી ડેમે વધામણાનું કાઉન્ટડાઉનઃ પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ

      રાજકોટ : ગુજરાતના યુવા મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષારૂપ 'સૌની યોજના' અંતર્ગત નર્મદાના નીર ગણતરીના કલાકોમાં રાજકોટ સ્થિત આજી ડેમ ખાતે આવી પહોચશે. રાજકોટ શહેરની પીવાના પાણીની સમસ્યા કાયમને માટે દુર કરવા માટે નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ નીર રાજકોટની ભાગોળે આવેલ ત્રંબા ગામના પાસેનો ચેક ડેમ ભરાઈને ગામની પાછળ આવેલ ત્રિવેણી સંગમ ચેક ડેમ ખાતે નર્મદા નીર પહોચી ગયેલ છે અને ત્યાંથી નર્મદા નીરનું વેણ રાજકોટ તરફ વધી રહ્યું છે. નોંધનિય છે કે, 'સૌની યોજના'ના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રૂ.૫૦૦ કરોડના ખર્ચે સરકારશ્રી દ્વારા મચ્છુથી ત્રંબા સુધીની ૩૧ કિ.મી.ની વિશેષ પાઈપ લાઈન નાખવામાં આવેલ. આ કામગીરી સમય મર્યાદા પહેલા તાબડતોબ પૂર્ણ કરાવેલ છે તેમજ ૧૭૫૦ હોર્સ પાવરના બે પંપ મુકવામાં આવેલ છે. જે દ્વારા આ પાણી ત્રંબા સુધી પહોંચેલ છે. આ નીરનું નિરીક્ષણ કરવા આજે મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ગુજરાત રાજયના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ અંજલિબેન રૂપાણી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, પવિત્ર યાત્રાધામ બોર્ડના ઉપાધ્ય્ક્ષ રાજુભાઈ ધ્રુવ, રાજકોટ જીલા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, વોટર-વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણી, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઈ દુધાત્રા, ત્રંબા ગામના સરપંચ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ જે તસ્વીરમાં દર્શાય છે.

      નોંધનીય છે કે ત્રંબાથી આજી ડેમ સુધીની યાત્રા કરી નર્મદા નીર કાલે પહોંચશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આથી આવતીકાલે પણ કોર્પોરેશનના પદાધિકારીઓ આજી ડેમે દોડી જઇ અને નર્મદા નીરને ફરી વધાવશે.(૨૧.૨૩)

      

       

 (11:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS