vividh-vibhag

News of Monday, 19th June, 2017

ગાગરમાં સાગરઃ પ્રેમ એક ભાવદશા છે

<br />ગાગરમાં સાગરઃ પ્રેમ એક ભાવદશા છે       

      પ્રેમ એક દીપ્તિ છે, સ્વયંને જાણવાની, સ્વયંના થવાની એક સુગંધ છે. પ્રેમ એક આનંદ છે.પ્રેમ ત્યારે થાય છે જ્યારે તમે જોઇ લો છો, જાણી લો છો કે તમે કોણ છો. પ્રેમ ત્યારે થાય છે જયારે તમે જોઇ લો છો કે તમે અસ્તિત્વથી અલગ નથી. પ્રેમ ત્યારે હોય છે જ્યારે તમે 'જે છે' તેની સાથે અખંડતા, એકતાની અનુભૂતિ કરો છો.

      પ્રમ કોઇ સંબંધ નથી, એક ભાવદશા છે. તેને બીજા સાથે કાંઇ લેવા દેવા નથી. વ્યકિત પ્રેમમાં નથી હોતો, વ્યકિત પ્રેમ હોય છે. પરંતુ જ્યારે તમને એ બોધ ન હોય કે તમે કોણ છો, તો તમે પ્રેમ નહીં થઇ શકો. તમને ભય થશે. અને ભય તો પ્રેમથી વિપરીત છે. યાદ રાખજો, ધૃણા પ્રેમથી વિપરીત નથી. ભય પ્રેમની વિપરીત છે.

      પ્રેમમાં વ્યકિત ફેલાય છે, ભયમાં સંકોચાય છે. ભયમાં વ્યકિત શંકા કરે છે, પ્રેમમાં વ્યકિત શ્રદ્ધા કરે છે. પ્રેમથી ઉંચો કોઇ ધર્મ નથી.

      ધ્યાન કરો, નાચો, ગાઓ અને સ્વયંની અંદર ગહરાઇમાં જાઓ. ધ્યાનપૂર્વક પક્ષીઓને સાંભળો, ફૂલોને જુઓ, જ્ઞાની ન બનો, વસ્તુઓ પર લેબલ ન લગાડો. દરેક વસ્તુ પર લેબલ લગાડવાની મહાન કળા, દરેક વસ્તુઓને શ્રૃંખલામાં વિભાજિત કરી દેવી એ જ્ઞાનમયતા છે.

      સંભવ હોય તેટલા લોકોને મળો, કારણ કે દરેક વ્યકિતમાં પરમાત્માના એક અલગ ચહેરાની અભિવ્યકિત થાય છે. લોકોથી શીખો, ડરો નહીં. આ અસ્તિત્વ તમને મમદ કરવા તૈયાર છે. શ્રધ્ધા રાખો તમારી અંદર એક નવી ઉર્જાને જાગૃત થતા જોશો.એ ઉર્જા જ પ્રેમ છે. આ ઉર્જાથી વ્યકિત ધન્યતાનો અનુભવ કરે છે. જયારે તમે ધન્યતાનો અનુભવ કરો છો ત્યારે તમે અસ્તિત્વ પ્રત્યે અહોભાવથી ભરાઇ જાઓ છો. એ જ પ્રેમની આકાંક્ષા છે.

      આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

      સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

      સ્વામી સત્યપ્રકાશ

         ૯૪ર૭ર પ૪ર૭૬

 (09:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS