Mukhy Samachar

News of Monday, 19th June, 2017

સત્યેન્દ્ર જૈનની પત્નિની આકરી પુછપરછ થઈ

સનસનાટીપૂર્ણ મની લોન્ડરિંગ કેસ

   નવીદિલ્હી,તા. ૧૯ : દિલ્હીના પ્રધાન સત્યેન્દ્ર જૈનના પત્નિની આજે મની લોન્ડરિંગ કેસના સંબંધમાં સીબીઆઈ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમ સત્યેન્દ્ર જૈનના આવાસ ઉપર પહોંચી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં સીધીરીતે સંડોવાયેલા છે. ૪.૬૩ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગમાં તેમની સંડોવણી છે. સીબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે, ૨૦૧૫ અને ૧૬માં જાહેર કર્મચારી તરીકેના તેમના ગાળા દરમિયાન આ મામલો સપાટી ઉપર આવ્યો હતો. બીજી બાજુ જૈને આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે. ગયા મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની સાથે સંબંધિત સંપત્તિ જપ્ત કરી લીધી હતી. સત્યેન્દ્ર જૈન એક પછી એક વિવાદોના ઘેરામાં રહ્યા છે.

   મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનના પત્નિની પુછપરછ કરવામાં આવ્યા બાદ આ સંદર્ભમાં હજુ સુધી સીબીઆઈ ટુકડીએ કોઇ માહિતી આપી નથી પરંતુ આમ આદમી પાર્ટીમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

 (07:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો