Mukhy Samachar

News of Monday, 19th June, 2017

રાહુલ ગાંધીના જન્મદિને મોદીએ શુભેચ્છા પાઠવી

કોંગ્રેસી નેતાઓએ પણ શુભેચ્છા આપી

<br />રાહુલ ગાંધીના જન્મદિને મોદીએ શુભેચ્છા પાઠવી

      નવીદિલ્હી,તા. ૧૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીના જન્મદિવસે આજે તેમને શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ ંકે, રાહુલ ગાંધી સ્વસ્થ અને ફીટ રહે તેમ તેઓ ઇચ્છે છે. કોંગ્રેસના નેતાઓ કરતા પણ નરેન્દ્ર મોદી શુભેચ્છા આપવામાં આગળ રહ્યા હતા. આજે સવારે જ રાહુલ ગાંધીને ટ્વિટર ઉપર વડાપ્રધાને શુભેચ્છા પાઠવી હતી. હેલ્થી લાઇફ માટેની પ્રાર્થના પણ કરી હતી. રાહુલ ગાંધી ૪૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી હતી. બીજા અન્ય નેતાઓએ પણ રાહુલને શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધી હાલમાં પોતાના નાનીના આવાસે વિદેશ ગયેલા છે. હાલમાં જ ખેડૂતોની સમસ્યાોને લઇને રાહુલ ગાંધી ખુબ સક્રિય રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ તરફથી પણ રાહુલ ગાંધીને તેમના જન્મ દિવસે શુભેચ્છા આપવામાં આવી છે.

       

 (07:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો